Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અડવાણી ચૂંટણી લડશે કે કેમ તેને લઇને પાર્ટી નેતાઓ મૌન

ભાજપ તરફથી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની પ્રથમ યાદીને લઇને તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે પાર્ટીના ભીષ્મપિતામાહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીને લઇને કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ગુજરાતની ગાંધીનગર સીટ પરથી ચૂંટણી હંમેશા લડતા રહેલા અડવાણીને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહી ચુકેલા ૯૧ વર્ષીય લાલકૃષ્ણ અડવાણી સતત છ વખત ગાંધીનગર લોકસભા સીટ પરથી જીતી ચુક્યા છે. ૧૯૮૦ના દશકના અંતિમ વર્ષોમાં અને ૧૯૯૦માં ભાજપને દેશભરમાં મજબૂત કરવામાં અને રામમંદિર આંદોલનના પ્રમુખ રહી ચુકેલા લાલકૃષ્ણ અડવાણીને ભાજપના વિસ્તાર માટેની ક્રેડિટ આપી શકાય છે. ૧૯૮૪માં ભાજપને બે સીટોથી ૧૮૦ સીટો સુધી પહોંચાડનાર લાલકૃષ્ણ અડવાણી હવે રાજનીતિના કેન્દ્રમાં નથી. ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યા બાદથી તેઓ પાર્ટીમાં ખુબ પાછળ રહી ગયા છે. વધતી જતી વયના પરિણામ સ્વરુપે અડવાણીના ચૂંટણીમાં ઉતારવાને લઇને પ્રશ્ન કરવામાં આવતા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા મળી ચુકી નથી. બીજી બાજુ પાર્ટીના સુત્રોનું કહેવું છે કે, ચૂંટણી મેદાનમાં ઉમેદવારોને ઉતારવા માટે કોઇ વય માપદંડ નથી. ઉમેદવારની જીતવાની ક્ષમતા ઉપર આ તમામ બાબતો આધારિત છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારને લઇને અડવાણીની વાત થઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમના સચિવે કહ્યું હતું કે, પાર્ટી તરફથી હજુ સુધી તેમનો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. અડવાણીને પણ હજુ સુધી કોઇ વાત કરી નથી. ગુજરાત ભાજપના કેટલાક નેતાઓનું કહેવું છે કે, અડવાણી પોતે વધતી જતી વયના કારણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી શકે છે. અડવાણીએ ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડવાને લઇને કોઇ દાવો કર્યો નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વખતે અમિત શાહ અને આનંદીબેન પટેલના નામ ઉપર ચર્ચા ચાલી રહી છે. જો કે, આને લઇને પણ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ હવે જાહેર કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

વડાપ્રધાન પાક વીમા યોજનામાં ૧૭ ટકાનો ઘટાડો

aapnugujarat

વધતી ઉંમરનાં કારણે બે ડઝનથી વધુ દિગ્ગજ નેતા મેદાન છોડી શકે છે

aapnugujarat

સપા-બસપા ગઠબંધન બાદ પીએમ માટે બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય : તેજસ્વી યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1