Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક :૧૨મી મેના દિવસે એક તબક્કામાં મતદાન યોજવા નિર્ણય

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હાઇપ્રોફાઇલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઈ ગયું હતું. આની સાથે જ રાજકીય પક્ષો અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ વધી ગઇ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે, રાજ્યમાં ૫૬૦૦૦ પોલિંગ બૂથ બનાવવામાં આવનાર છે. દિવ્યાંગો માટે પોલિંગ બુથ ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ૪૫૦થી પોલિંગ બુથની વ્યવસ્થા મહિલાઓ સંભાળશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પૂર્વોત્તરમાં જીતનો ડંકો વગાડી દીધા બાદ ભાજપ હવે દક્ષિણ માટે દ્વાર ગણાતા કર્ણાટક ચૂંટણીને જીતીને દક્ષિણ ભારતમાં નેટવર્કને મજબત કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે મોટા રાજ્યોમાં એકમાત્ર કર્ણાટક હાથમાં રહ્યું છે જેથી કર્ણાટકમાં સત્તા જાળવી રાખવા કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે. જેડીએસ પણ બહુજન સમાજ પાર્ટી સાથે મળીને બંને પાર્ટીને પડકાર ફેંકવાના પ્રયાસ કરશે. લિંગાયતને અલગ ધર્મ માટેનો દરજ્જો આપવામાં આવ્યા બાદ કર્ણાટકની રાજનીતિમાં નવો વળાંક આવી ગયો છે. લિંગાયત સમાજને કર્ણાટકમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રાજ્યમાં ૧૭ ટકા વસતી લિંગાયત સમુદાયની છે. કર્ણાટકમાં હજુ સુધી લિંગાયત સમુદાયના સાત અને વોક્કાલિંગાથી પાંચ મુખ્યમંત્રીઓ રહી ચુક્યા છે. ચૂંટણી પંચ દ્વારા સવારે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમી વધી ગઇ છે. કર્ણાટકમાં એક જ તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. ૧૭મી એપ્રિલના દિવસે જાહેરનામુ જારી કરવામાં આવનાર છે. ત્યારબાદ ઉમેદવારો ૨૭મી એપ્રિલ સુધી તેમના નામ પરત ખેંચી શકશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ આંચાર સહિતા તરત જ અમલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યુ છે કે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી. ચૂંટણી પંચ પહેલા જ ભાજપના આઇટી સેલ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તારીખ લીક થવા મામલે તપાસ કરવાની જાહેરાત પંચે કરી હતી. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભાની સીટો છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ ચુકી છે ત્યારે સૌથી મોટા લિંગાયત સમુદાય પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. લિંગાયત સમુદાયની કર્ણાટકમાં હમેશા મોટી ભૂમિકા રહેલી છે. આ વોટ બેંક ઉપર ભાજપ અને કોંગ્રેસે સંપૂર્ણ નજર કેન્દ્રિત કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા લિંગાયત સમુદાયના હોવાથી ભાજપે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ૨૨૪ સીટવાળી રાજ્ય વિધાનસભામાં ભાજપના આ કોર વોટબેંકને પોતાની તરફેણમાં લેવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રસે પણ આ વખતે આ સમુદાયને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપીને કેન્દ્રને પ્રસ્તાવ મોકલી દીધો છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી હજુ વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બંને પાર્ટીઓ લિંગાયત સમુદાયને પ્રભાવિત કરવામાં લાગેલી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા ભાજપ અને કોંગ્રેસના તમામ ટોપ નેતાઓ આક્રમક પ્રચારમાં લાગેલા છે. અમિત શાહ હાલ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં ૬૦ લાખ નવા ઉમેદવારો નોંધાયા છે. કર્ણાટકની કુલ વસતી છ કરોડની છે જેમાં ૪.૯૦ કરોડ નોંધાયેલા મતદારો છે. કર્ણાટકમાં લોકસભાની ૨૮ સીટો છે જે પૈકી ૧૭ ભાજપ પાસે અને ૯ કોંગ્રેસ પાસે છે અને બે સીટો જેડીએસ પાસે છે. રાજ્યની ૨૨૪ સીટવાળી વિધાનસભામાં હાલમાં ૧૦૦ સીટો લિંગાયત સમુદાયની પાસે છે. એટલે કે, આશરે ૧૭ ટકા વસતી લિંગાયત સમુદાયની છે. કર્ણાટકના ઉત્તરીય વિસ્તારમાં લિંગાયત સમુદાયના તમામ લોકો ભાજપની સાથે રહ્યા છે.

Related posts

ઝાડ કાપવાની નજીવી બાબતમાં ઊંચી જાતિના લોકોએ દલિત યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

aapnugujarat

ખાંડ ઉદ્યોગ માટે ૫૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજુર

aapnugujarat

વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1