Aapnu Gujarat
રમતગમત

મોહમ્મદ શમીની કારને અકસ્માત : માથામાં ઇજા

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીને આજે કાર દુર્ઘટનામાં ઇજા થઇ હતી. આ અકસ્માતમાં તેના માથામાં ઇજા થઇ હતી જેના પરિણામ સ્વરુપે માથામાં ટાંકા લેવામાં આવ્યા છે. હાલમાં તેની તબિયત સારી છે. તબીબોએ મોહમ્મદ શમીને આરામ કરવાની સલાહ આપી છે. સમીની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. સમી ક્રિકેટ પ્રેક્ટિસ માટે શુક્રવારના દિવસે દહેરાદૂન ગયો હતો. ત્યાં અભિમન્યુ ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યો હતો. ક્રિકેટ ટ્રેનિંગને પૂર્ણ કરીને શમી દિલ્હી પરત ફરી રહ્યો હતો. આ ગાળા દરમિયાન તેની કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. અભિમન્યુ ક્રિકેટ એકેડેમી બંગાળના બેટ્‌સમેન અભિમન્યુ ઇશ્વર દ્વારા ચલાવવામાં આવે છે. શમીને દહેરાદૂનના શાંત માહોલમાં રહીને પ્રેક્ટિસ કરવાનું પસંદ છે. થોડાક દિવસ પહેલા જ તેની અંગત લાઇફને લઇને ઉથલપાથલ રહી હતી. આવી સ્થિતિમાં તે અંગત સમસ્યામાંથી બહાર નીકળવા શાંત જગ્યાએ આવીને ક્રિકેટ ટ્રેનિંગ પૂર્ણ કરી રહ્યો હતો. મોહમ્મદ શમી આ વખતે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી મેદાનમાં ઉતરનાર છે. પોતાની ટીમ સથે જોડાઈ જતાં પહેલા તે પોતાને શારીરિક અને માનસિકરીતે તૈયાર કરવા માટે અહીં આવ્યો હતો. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર શમી માટે છેલ્લા થોડાક દિવસો ખરાબ સપના સમાન રહ્યા છે. શમીની પત્નીએ તેના પર વ્યાભિચારના આક્ષેપો મુક્યા છે. સાથે સાથે ફિક્સિંગના આક્ષેપો પણ મુક્યા છે. બોર્ડથી કોન્ટ્રાક્ટ મળી ગયા બાદ થોડીક રાહત શમીને થઇ છે તે ફરી એકવાર મેદાનમાં ઉતરીને જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. તેના અકસ્માતના સમાચારથી ભારે ચર્ચા જોવા મળી હતી.

Related posts

એન્ડરસન સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરોની યાદીમાં નં.૧

aapnugujarat

रैना के परिवार पर हमले की SIT करेगी जांच : सीएम अमरिंदर

editor

એશિયા કપ હોકી ટ્રોફી પર ભારતનો ફરીવખત કબજો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1