Aapnu Gujarat
રમતગમત

બોલ ટેમ્પરિંગ : ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ આઘાતમાં

કેમરુન બેનક્રોફ્ટ ઉપરાંત સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર સહિત ઓસ્ટ્રેલિયન ટીમના ઘણા ખેલાડી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી ગયા છે. ક્રિકેટ વર્લ્ડમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલાને લઇને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબુલે પણ દુખ વ્યક્ત કર્યું છે. આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ટર્નબુલે કહ્યું છે કે, વિશ્વાસ થઇ રહ્યો નથી કે, એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારના વિશ્વાસઘાતના બનાવમાં સામેલ છે. તેઓ પોતે ખુબ હેરાન છે. આ સંદર્ભમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્ને કહ્યું છે કે, કેપટાઉન ટેસ્ટ મેચના ફોટા તે જોઇ ચુક્યો છે. ખુબ જ દુખદ બાબત રહી છે. ડેલ સ્ટેઇને કહ્યું છે કે, આ સંદર્ભમાં વાત કરવા જેવી સ્થિતિ નથી. બીજી બાજુ પૂર્વ ભારતીય ખેલાડી અતુલ વાસને કહ્યું છે કે, છેડછાડ સાથે સંબંધિત આ મામલો ખુબ જ ખતરનાક છે. આ તમામ બાબતોમાં ભાગ લઇને સ્મિથે પોતાની પ્રતિષ્ઠાને ફટકો પહોંચાડ્યો છે.
વિશ્વના ધરખમ બેટ્‌સમેનોમાં તે એક ખેલાડી છે. તે બ્રેઇનફેડ પણ હોઈ શકે છે. અતુલ વાસને એમ પણ કહ્યું છે કે, આ પ્રકારની રમત માટે ક્રિકેટમાં કોઇ જગ્યા નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે કહ્યું છે કે, આ જોરદાર છેતરપિંડીનો મામલો છે. તેને લાગે છે કે, સ્મિથે ખરેખર ખુબ મોટી ભુલ કરી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટનશીપ કરવાની સ્થિતિમાં તે નથી. સ્ટિવ સ્મિથની કેપ્ટનશીપને લઇને જો કોઇ પગલા લેવામાં આવશે તો કોઇ એવા ખેલાડી પાસે કેપ્ટનશીપ જવી જોઇએ નહીં જે આવા બનાવમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પણ હેરાન છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માટે દુખદ દિવસ રહ્યો છે. મુખ્ય કારોબારી જેમ્સ સદરલેન્ડે કહ્યું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખુબ જ આઘાતમાં છે પરંતુ કોઇ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવશે. આજે વિશ્વ ક્રિકેટમાં આ બનાવની ભારે ચર્ચા રહી હતી.

Related posts

न्यूजीलैंड के खिलाफ बिना जीते भी फाइनल में पहुंच सकता है भारत !

aapnugujarat

England Tour के लिए पाकिस्तान टीम का ऐलान

editor

પંતને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી હટાવાશે

editor

Leave a Comment

UA-96247877-1