Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

સ્મિથ એન્ડ કંપનીના બોલ સાથે ચેડા

વિશ્વ ક્રિકેટમાં બોલ સાથે ચેડા કરવાને લઇને વિવાદ ફરી એકવાર સપાટી ઉપર આવી જતાં ખળભળાટ મચી ગયો છે. કરોડો ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. કારણ કે દુનિયાના બે દિગ્ગજ બેટ્‌સમેનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર આ મામલામાં ફસાયા છે. ગુનાની કબૂલાત કરી લીધા બાદ ઓસ્ટ્રેલિયાએ તરત કાર્યવાહી કરીને સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને કેપ્ટન અને વાઇસ કેપ્ટન પદેથી પડતા મુકી દીધા છે. બંનેની પાસેથી ક્રમશઃ કેપ્ટનશીપ અને વાઇસ કેપ્ટનશીપ લઇ લેવામાં આવી છે. આની સાથે જ દક્ષિણ આફ્રિકામાં રમાનાર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી ટીમ પેનને સોંપી દેવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત આ બંને ખેલાડી આજે કેપટાઉનમાં ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ ટીમ પેન કેપ્ટનશીપ કરતો નજરે પડ્યો હતો. એટલે કે સ્મિથ અને વોર્નરને તાત્કાલિક ધોરણે પોતાના હોદ્દા છોડી દીધા છે. બોલ સાથે ચેડા કરવાનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ અને ઓસ્ટ્રેલિયન ખેલાડી બોલ સાથે ચેડા કરતા કેમેરામાં કેદ થઇ ગયા બાદ સ્મિથે મિડિયા સમક્ષ આવીને આ બનાવની કબૂલાત કરી હતી. સ્મિથે કહ્યું હતું કે, બોલ સાથે ચેડા થયા છે. આ તેમની ટીમના ગેમ પ્લાનના એક હિસ્સા તરીકે હતો. ટીમના લીડરશીપ ગ્રુપની આમા સંડોવણી ખુલી છે. ટીમની રણનીતિ બનાવનાર ખેલાડીઓની સંડોવણી નિકળી છે જેમાં સ્ટિવ સ્મિત અને ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. આ બનાવ બન્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલે આ અંગે દુખ વ્યક્ત કરીને ઘટનાને શરમજનક તરીકે ગણાવી છે. ત્યારબાદથી ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન સ્પોટ્‌ર્સ કમિશન દ્વારા મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. કેપ્ટન તરીકે સ્ટિવ સ્મિથ અને વાઇસ કેપ્ટન તરીકે ડેવિડ વોર્નરને તરત દૂર કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમના યુવા ખેલાડી કેમરુન બેનક્રોફ્ટ બોલ સાથે ચેડા કરતા કેમેરામાં કેદ થઇ ગયો હતો. ભારે હોબાળો થયા બાદ અને આફ્રિકામાં આની નોંધ લીધા બાદ સ્ટિવ સ્મિથે અને બેનક્રોફ્ટે મિડિયા સમક્ષ આવીને બોલ સાથે ચેડા કરવાની ઘટનાને ટીમના ગેમ પ્લાનના એક હિસ્સા તરીકે ગણાવીને વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સમગ્ર પ્લાનમાં ટીમના સિનિયર ખેલાડી સામેલ હતા. સ્મિથે કહ્યું હતું કે, અમારી ટીમ આ મહત્વપૂર્ણ મેચમાં પાછળ હતી. અમારા બોલરોને બોલથી કોઇ મદદ મળી રહી ન હતી. આવી સ્થિતિમાં લંચ વેળા પ્લાન બનાવવામાં આવ્યો કે, બોલ સાથે ચેડા કરવામાં આવે. આનાથી બોલરોને રિવર્સ સ્વિંગમાં મદદ મળી શકશે. ત્યારબાદ આ યોજના અમલી મુકવામાં આવી હતી. સ્ટિવ સ્મિથે બોલ સાથે ચેડા કરવાની બાબત કબૂલી લીધા બાદ સ્ટિવ સ્મિથ અને ટીમ ઓસ્ટ્રેલિયાની ચારેબાજુ ટીકા થઇ રહી છે. સ્ટિવ સ્મિથ પર કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોલ સાથે ચેડાના મામલામાં ફસાયેલા સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર તથા ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડીઓની વ્યાપક ટીકા ચારેબાજુ થઇ રહી છે ત્યારે આ મામલામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ ગંભીર નોંધ લીધી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ અને કેનરુન બેનક્રોફ્ટને દોષિત ગણ્યા છે. આઈસીસીએ સ્ટિવ સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે. સાથે સાથે ૧૦૦ ટકા મેચ ફીનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે કેમરુન બેનક્રોફ્ટ ઉપર ૭૫ ટકાનો દંડ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી બેનક્રોફ્ટને શનિવારના દિવસે કેપટાઉન ટેસ્ટમાં કોઇ પીળા રંગની ચીજ સાથે બોલ સાથે ચેડા કરતા કેમેરામાં જોવામાં આવ્યો હતો. આ ઘટનાની નોંધ લેવાયા બાદ સ્ટિવ સ્મિથે મિડિયા સમક્ષ આવીને કબૂલાત કરી હતી કે, બોલ સાથે ચેડા ભુલથી થયા નથી પરંતુ ગેમ પ્લાનના હિસ્સા તરીકે આ ચેડા કરાયા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આક્રમક વલણ અપનાવીને બંને સામે કાર્યવાહી કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગંભીર નોંધ લઇને બંને સામે પગલા લીધા છે પરંતુ વોર્નર સામે કોઇ પગલા લીધા નથી.

Related posts

मोदी ने मनामा के श्रीनाथजी मंदिर में प्रार्थना की

aapnugujarat

अपने आदर्श कोहली की तरह खेलना सीखो : बाबर आजम को शोएब की सलाह

aapnugujarat

મોદીના સાત મંત્રી ચૂંટણી નથી લડી રહ્યા તો કોણ લડી રહ્યું છે : શશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1