Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોની આવક બે ગણી કરવા અંગે પેનલની ભલામણો તૈયાર

ખેડૂતોની આવકને વર્ષ ૨૦૨૨ સુધી બે ગણી કરવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા આંતર પ્રધાન સ્તરની પેનલ આગામી મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. તેના ચેરમેન અશોક દલવાઈ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. એપ્રિલ-૨૦૧૬માં રચવામાં આવેલી દલવાઈ કમિટિએ ૧૪ વોલ્યુમ લખી કાઢ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ની આવકની સપાટીથી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. આ કમિટિએ ધ્યાન દોર્યું છે કે, ખેડૂતોની વાસ્તવિકને વધારવાની જરૂર છે. ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે ૧૦.૪ ટકાના વાર્ષિક ગ્રોથ રેટ સાથે આગળ વધવાની જરૂરિયાત દેખાઈ રહી છે. દલવાઈએ કહ્યું હતું કે, અંતિમ રિપોર્ટ પુરતો તૈયાર નહીં હશે તો પણ તેને એક વખતે રજૂ કરી દેવામાં આવશે. પહેલાથી જ પેનલની કેટલીક ભલામણોને સરકાર દ્વારા અમલી કરી દેવામાં આવી છે. દાખલા તરીકે આ વર્ષના બજેટમાં નાના અને મધ્ય વર્ગના ખેડૂતોને મદદરુપ થવા માટે ગ્રામિણ હાટની સંખ્યા ૨૨૦૦૦ સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય પગલા પણ લેવાઈ રહ્યા છે. ખેડૂત સમુદાયના લોકોને તમામ પ્રકારની સુવિધા મળે તે હેતુસર અન્ય પગલા પણ અમલી કરવામાં આવી રહ્યા છે. પેનલની ભલામણ બાદ ડ્રાફ્ટ એગ્રી એક્સપોર્ટ પોલિસી તૈયાર કરવામાં આવી ચુકી છે. પેનલના કહેવા મુજબ યુનિફોર્મ ડબલિંગની બાબત ખુબ મહત્વપૂર્ણ છે. કમિટિએ ધ્યાન દોર્યું છે કે, લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો કરવાની બાબત પણ ખેડૂતોની આવકને વધારવાની દિશામાં એક પહેલ તરીકે છે. જો કે, એમએસપીમાં વધારો કરવાની બાબત એકમાત્ર માઇક્રો ઇકોનોમિક આધાર પર હકારાત્મક પરિણામ માટે પુરતી નથી. પેનલનું કહેવું છે કે, જુલાઈ ૨૦૧૨થી જૂન ૨૦૧૩ સુધી કૃષિ પરિવારની સરેરાશ આવક ૬૪૨૬ રૂપિયા હતી. જ્યારે મહિને વપરાશનો આંકડો ૬૨૨૩ રૂપિયાનો છે. ખેડૂતો પૈકી ૨૨.૫૦ ટકા ખેડૂતો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોની આવકને વધારવા અને તેમની તરફ ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઈ રહી છે. પેનલનું કહેવું છે કે, એગ્રી ફેડ પોલિસી કારોબારીઓની સાથે સાથે વેપારીઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. કમિટિનું કહેવું છે કે, વધતી જતી કૃષિ આવકનો મતલબ એ છે કે, ખેડૂતોને તમામ પ્રકારની નાણાંકીય મદદ મળતી રહે. બજેટમાં ખેડૂતોની આવકને વધારવા માટે વિશેષ પગલાની જાહેરાત કરાઈ હતી. ખેડૂતોની હાલત હજુ પણ સંતોષજનક નથી. આત્મહત્યાના કેસો ખેડૂતોમાં હજુ પણ બની રહ્યા છે.

Related posts

દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોની કરાશે ભરતી : PM MODI

aapnugujarat

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

aapnugujarat

As much as Pak goes downward over Kashmir India’s stand will be more higher: Syed Akbaruddin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1