Aapnu Gujarat
બિઝનેસ

લેમનટ્રી આઈપીઓ આજે લોન્ચ થશે

આ સપ્તાહના ગાળા દરમિયાન પણ આઈપીઓની ઉત્સુકતા રહેશે. હોટલ સાથે સંબંધિત ચેઇનલેમનટ્રી હોટલ્સ દ્વારા આજે દિવસે ૧૦૪૦ કરોડનો આઈપીઓ લાવવામાં આવનાર છે. પ્રવર્તમાન શેર ધારકો દ્વારા ૧૮૫૪૭૯૪૦૦ શેર સુધી વેચાણની ઓફર કરવામાં આવનાર છે. આ ઇશ્યુની પ્રાઇઝબેન્ડ પ્રતિશેર ૫૪ રૂપિયા અને ૫૬ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
શુક્રવારના દિવસે કંપનીએ એન્કર રોકાણકારોને ૫૫૬૪૩, ૮૨૦ ઇક્વિટી શેરનું વેચાણ કરીને ૩૧૧ કરોડ રૂપિયા ઉભા કરી લીધા હતા. આ ઉપરાંત આઈપીઓ માર્કેટને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. પ્રાઇવેટ ક્ષેત્રની બંધન બેંકે ૨૭મી માર્ચના દિવસે એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. ગયા સપ્તાહમાં જ બેંકનો આઈપીઓ આવ્યો હતો જેને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બેંક દ્વારા આઈપીઓથી ૪૪૭૩ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. આઈપીઓને લઇને માત્ર આઈપીઓ સાથે જોડાયેલા લોકોમાં જ નહીં બલ્કે કારોબારીઓમાં પણ જોરદાર ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

Related posts

બિલ ગેટ્‌સ બની શકે છે વિશ્વના પ્રથમ ખરબપતિ

aapnugujarat

કોરોના કાળમાં પણ ભારતીયોની સંપત્તિમાં ૧૧ ટકાનો વધારો થયો

editor

ઓક્ટોબરમાં કારના વેચાણમાં મંદી, ટુ-વ્હીલર્સમાં તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1