Aapnu Gujarat
બિઝનેસ

બિલ ગેટ્‌સ બની શકે છે વિશ્વના પ્રથમ ખરબપતિ

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સ વિશ્વના પ્રથમ ખરબપતિ બની શકે છે. એક નવા સંશોધનમાં આ જાણકારી મળી છે. રિસર્ચ ફર્મ ઓક્સફેમ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ૨૦૦૯થી બિલ ગેટ્‌સની સંપત્તિમાં દર વર્ષે ૧૧ ટકાનો વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં તેઓ ટૂંક સમયમાં વિશ્વના પ્રથમ ખરબપતિ બની જશે.ઓક્સફેમે જણાવ્યું હતું કે ૨૦૦૬માં ગેટ્‌સની સંપત્તિ ૫૦ અબજ અમેરિકી ડોલર હતી, તે વધીને ૨૦૧૬માં ૭૫ અબજ ડોલર થઈ ગઈ છે. તેમણે પરોપકારી કાર્યો તથા સમાજ સેવા અર્થે એક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ માટે ગેટ્‌સ મોટા પાયે નાણાં પૂરા પાડે છે છતાં તેમની સંપત્તિમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમનો સમાવેશ વિશ્વના એવા ધનિકોમાં થાય છે કે જેમણે પોતાની અડધા કરતાં પણ વધારે સંપત્તિ સમાજ સેવા કાજે આપી છે.ઓક્સફેમના અંદાજ મુજબ ગેટ્‌સની સંપત્તિમાં દર વર્ષે ૧૧ ટકાના દરે વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર ગેટ્‌સ પાસે હાલમાં ૮૪ અબજ ડોલરની સંપત્તિ છે. ફોર્બ્સની માર્ચ ૨૦૧૬ની અબજોપતિઓની યાદી મુજબ વિશ્વના ટોચના અબજોપતિઓમાં વોરેન બફેટ, બિલ ગેટ્‌સ, અમાંસિઓ ઓર્ટેગા, કાર્લોસ સ્લિમ, જેફ બેજોસ, માર્ક ઝુકરબર્ગ, માઈકલ બ્લૂમબર્ગ તથા લેરી એલિસનનો સમાવેશ થાય છે.ઓક્સફેમના જણાવ્યા અનુસાર જોકે આ માટે ગેટ્‌સને હજુ ૨૫ વર્ષ પ્રતીક્ષા કરવી પડશે. ગેટ્‌સ વિશ્વના પ્રથમ ખરબપતિ બનશે ત્યારે તેઓ ૮૬ વર્ષના હશે.

Related posts

FPI દ્વારા માત્ર છ દિવસમાં ૬,૦૦૦ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

इस्लामिक बैंक फ्रॉड : १५०० करोड़ का चूना लगाकर मोहम्मद मंसूर फरार

aapnugujarat

ગુગલે પ્લેસ્ટોર પરથી હટાવી ૮૫ ખતરનાક એપ્લિકેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1