Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનિમલ રાઇટ કાર્યકરોએ સુપ્રીમમાં પડકાર્યો જલ્લીકટ્ટુ અંગેના ખરડાને

તામિળનાડુ વિધાનસભા દ્વારા જલ્લીકટ્ટુને મંજૂરી આપતાં પસાર થયેલા ખરડાને એનિમલ રાઇટ કાર્યકરોએ આજે સુપ્રીમ કોર્ટમાં પડકારતાં સુપ્રીમ કોર્ટે તે અરજી પર આગામી સોમવારે સુનાવણી મુકરર કરી છે. જલ્લીકટ્ટુને મંજૂરી આપવા વર્ષ ૨૦૧૬ના જાહેરનામાને પરત ખેંચવાની કેન્દ્રની અરજીની સુનાવણી પણ ૩૦મી જાન્યુઆરીએ જ થશે.એનિલમ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને બોર્ડના મંતવ્યો સાથે સહાનુભૂતિ ધરાવતા કાર્યકરોએ ખરડાને રદ કરવાની માગણી સાથે અરજી કરી છે.
એનિમલ રાઇટ્‌સ કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર અને તામિળનાડુ વર્ષ ૨૦૧૪ના સુપ્રીમ કોર્ટના પ્રાણી સામેની ક્રૂરતા અંગેના ચુકાદાને હતાશ કરી રહ્યા છે અને તેઓ જલ્લીકટ્ટુના વિરોધમાં છે. ખરડો રદ કરવાની માગણી કરતાં તેમણે રજૂઆત કરી છે કે તામિળનાડુ દ્વારા ઘડી કાઢવામાં આવેલો કાયદો ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
કેન્દ્ર સરકારે ગયા શુક્રવારે દરખાસ્તને મંજૂરી આપ્યા પછી તામિળનાડુ વિધાનસભાએ સોમવારે જલ્લીકટ્ટુ બિલ પસાર કર્યું હતું. જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મુકાયા પછી વ્યાપક અહિંસક દેખાવો થયા પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ હિલચાલો થઇ હતી. પ્રતિબંધનો વિરોધ કરી રહેલા દેખાવકારો કહી રહ્યા હતા કે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધનો નિર્ણય તામિલ સંસ્કૃતિ વિરોધી છે.જલ્લીકટ્ટુ તરફી સમર્થકોની સંખ્યા પણ મોટી જોવા મળી હતી.વિધાનસભામાં ખરડો પસાર થયા પછી પણ પરંપરાગત જલ્લીકટ્ટુ રમત સામેના પ્રશ્નના કાયમી નિરાકરણની માગણી સાથે તામિલનાડુમાં દેખાવો થતા રહ્યા હતા.કર્ણાટક મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાં કંબાલાના આયોજનની તરફેણ કરે છે. કંબાલા પરંપરાગત રમતને કાનૂની દરજ્જો આપવા વટહુમક બહાર પાડવા પણ તેમણે તૈયારી બતાવી હતી.કંબાલા મુદ્દે પણ હાઇકોર્ટમાં કેસ પડતર છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે કર્ણાટકના કાંઠા વિસ્તારમાં આ રમતની પરંપરા છે. હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. રમતને કાનૂની દરજ્જો આપવા કાયદા મંત્રાલય પાસેથી વિકલ્પો માગવામાં આવ્યા છે.

Related posts

एनडीए विधायक दल की बैठक 15 नवंबर को होगी, लिए जाएंगे अहम फैसले : सीएम नीतीश

editor

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

મુંબઇમાં ધોધમાર વરસાદ

editor

Leave a Comment

UA-96247877-1