Aapnu Gujarat
બિઝનેસ

ગુગલે પ્લેસ્ટોર પરથી હટાવી ૮૫ ખતરનાક એપ્લિકેશન

ગૂગલે તાજેતરમાં પોતાના એપ સ્ટોર પરથી ૮૫ જેટલી ખતરનાક એપ્લિકેશનને હટાવી દિધી છે. સિક્યોરિટી રિસર્ચર્સ અનુસાર આ એપ્લિકેશન્સ એક પ્રકારના એડવેયરનો ભાગ છે અને પ્લેસ્ટોરમાં ગેમિંગ એપ્લિકેશન, ટીવી અને રિમોટ કન્ટ્રોલ સિમ્યુલેટર્સ એપ્લિકેશનના રુપમાં ઉપસ્થિત હતી.
આ એપ્લિકેશન તમારા ફોનમાં સ્ક્રીન એડ બતાવીને મોબાઈલના બેકગ્રાઉન્ડમાં ચાલૂ રહેતી હતી અને તમારા ફોનના અનલોકિંગ ફંક્શન પર સતત નજર રાખતી હતી.જાપાનની સાયબર સિક્યોરિટી અને ડિફેન્સ કંપની ટ્રેન્ડ મીક્રો અનુસાર આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં ૯૦ લાખ વાર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી છે. આમાંથી એક એપ્લિકેશન ‘ઇઝી યુનિવર્સલ રિમોટ’ ૫૦ લાખ વાર ડાઉનલોડ થઈ છે.
આ ૮૫ એપ્લિકેશનના લિસ્ટમાં આ એપ સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્લિકેશન છે. જ્યારે આ પ્લે સ્ટોર પર હતી ત્યારે આના પર ઘણા યૂઝર્સે કમેન્ટ્‌સ પણ કરી હતી.જેવી જ આપ આ એપ્લિકેશનને પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને લોન્ચ કરો છો તો તે આપને ફુલ સ્ક્રીન પોપ-અપ એડ બતાવે છે જેમાં એપ્સના ફંક્શનને ચાલુ રાખવા માટે વારંવાર ઘણા બટન દબાવવા માટે કહેવામાં આવે છે.
આ પ્રક્રિયામાં પ્રત્યેક પગલા પર એક નવું એડ પેજ ખુલે છે. આવું ત્યાં સુધી થતું રહે છે કે જ્યાં સુધી એપ ક્રેશ ન થઈ જાય.ઘણા માલવેર એપ્લિકેશન્સ બફરિંગ દેખાતા જ ગાયબ થઈ જાય છે પરંતુ હકીકતમાં આ એપ્સ બેકગ્રાઉન્ડમાં રન કરતી રહેતી હોય છે અને પ્રત્યેક અડધો કલાકમાં ડિવાઈઝમાં પોપ-અપ કરે છે.
બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતા આ એપ્લિકેશન્સ આપના ફોનના તમામ ફંક્શન્સ પર નજર રાખે છે અને ડેટા લીકનું કારણ બની શકે છે.આ પહેલા પણ ગૂગલે નવેમ્બરમાં ૧૩ વાયરસ વાળી એપ્લિકેશન્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. ડિસેમ્બરમાં ૨૨ જેટલી આ પ્રકારની એપ્લિકેશન્સને હટાવવામાં આવી હતી જેમાં એક બૈકડોર હતું જેમાંથી તે એપ્લિકેશન્સ એડના નામ પર ફ્રોડ કરતી હતી.

Related posts

DHFL के प्रवर्तकों को हिस्सेदारी की बिक्री से 6,900 करोड़ रुपए मिलने की उम्मीद

aapnugujarat

RILને પછાડીને SBI સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ

aapnugujarat

Air Indiaને ખરીદવાની તૈયારીમાં લાગી ટાટા સન્સ

editor

Leave a Comment

UA-96247877-1