Aapnu Gujarat
બિઝનેસ

કોરોના કાળમાં પણ ભારતીયોની સંપત્તિમાં ૧૧ ટકાનો વધારો થયો

(ભારતીયોની સંપત્તિ કોરોના કાળમાં પણ ૧૧ ટકા વધીને ૩.૪ ટ્રિલિયન ડોલર થઈ હોવાનું ગ્લોબલ કન્સલ્ટન્સીએ અંદાજ મૂક્યો છે.ભારતીયોની સંપત્તિ ૨૦૨૦માં ૧૧ ટકાના દરે વધી હતી અને આ દર અગાઉના પાંચ વર્ષના વાર્ષિક વૃદ્ધિદર જેટલો જ છે, એમ બીસીજીએ જણાવ્યું હતું. નાણાકીય સંપત્તિને કુલ સંપત્તિ બાદ વ્યક્તિની જવાબદારીઓ અને રિયલ એસ્ટેટને બાદ કરીને મેળવવામાં આવે છે.
તે બાબત નોંધનીય છે કે રોગચાળાના પ્રારંભિક કાળમાં બજારમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ ગયા એપ્રિલથી બજારમાં આવેલી તેજી ચાલુ જ છે.
જાે કે આ પ્રકારની વૃદ્ધિએ પણ વિવિધ વર્ગોમાં ચિંતા તો પ્રેરી જ છે.વર્તમાન વિષમ સંજાેગોમાં પણ આવકમાં આ પ્રકારની વૃદ્ધિના લીધે આવક વિસંગતતામાં નોંધપાત્ર વધારો જાેવા મળે તેમ મનાય છે. આના લીધે ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ વધારે પહોળી બનશે. અહેવાલની નોંધ હતી કે આગામી કેટલાક વર્ષોમાં નાણાકીય આરોગ્યના મોરચે ઝડપી વિસ્તરણ જાેવા મળી શકે, પરંતુ વિસ્તરણનો દર વર્ષે દસ ટકાથી થોડો હશે અને ૨૦૨૫માં તેનો આંકડો ૫.૫ ટ્રિલિયન ડોલરે પહોંચી જશે.
કન્સલ્ટન્સી ફર્મે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કટોકટી પછી સમૃદ્ધિ અને સંપત્તિ સર્જનમાં વૃદ્ધિ જાેવા મળશે અને આગામી પાંચ વર્ષમાં તેમા વિસ્તરણ થાય તેવી સંભાવના છે.
ભારતમાં ૨૦૨૫ સુધીમાં દસ કરોડ ડોલરની ક્લબમાં જાેડાનારાઓની સંખ્યામાં વૃદ્ધિ થશે, આ આંકડો આગામી પાંચ વર્ષમાં બમણો થઈ ૧,૪૦૦નો થઈ જશે.
ભારતની તેના અધિકાર ક્ષેત્રની બહારની નાણાકીય સંપત્તિ નાણાકીય સંપત્તિના ૫.૭ ટકાના દરે વૃદ્ધિ પામી ૨૦૨૦મમાં ૧૯૪ અબજ ડોલર થઈ હતી. હવે તે ૨૦૨૫ સુધીમાં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામે તેમ મનાય છે.એસેટ ફાળવણીના મોરચે જાેઈએ તો તેની અડધા ઉપરાંતની સંપત્તિ રોકડ અને ડિપોઝિટના સ્વરુપમાં છે. તેનાપછી ઇક્વિટી અને જીવન વીમો આવે છે.રિયલ એસ્ટેટના સંદર્ભમાં જાેઈએ તો ૨૦૨૦માં ભારતીયોની સંપત્તિ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૧૪ ટકા વધીને ૧૨.૪ ટ્રિલિયન ડોલર થઈ હતી. રિયલ એસ્ટેટ સેક્ટર ૮.૨ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામીને ૨૦૨૫ સુધીમાં ૧૮.૫ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરે તેમ મનાય છે.
અહીં રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને કીમતી વસ્તુઓ જેવી કે નોન-મોનેટરી ગોલ્ડ અને બીજી ધાતુઓનો વર્તમાન ભાવે સમાવેશ કરવામાં આવ્યો છે.

Related posts

વિજય માલ્યાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપોને આખરે પાયાવિહોણા ગણાવ્યા

aapnugujarat

મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનું આકર્ષણ 44 ટકા વધ્યું; જાણોછે ટ્રેન્ડ શું

aapnugujarat

Vodafone – Idea के कारोबार पर लटकी तलवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1