Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૦૦ની નોટને બંધ કરવા કોઇ પણ યોજના નથી : કેન્દ્ર

સરકારે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે, ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની કોઇપણ યોજના નથી. સરકારે આજે લોકસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, નોટબંધીથી પહેલા શરૂ કરવામાં આવેલા ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની કોઇ યોજના નથી. સરકારે એમ પણ કહ્યું છે કે, ટ્રાયલ તરીકે પાંચ શહેરોમાં ૧૦ રૂપિયાની પ્લાસ્ટિક કરન્સી પણ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રાયલ ક્યારથી શરૂ થશે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પી રાધાકૃષ્ણને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં સરકારની નોટબંધ કરવાની કોઇ યોજના નથી. જવાબમાં સરકારે એમ પણ કહ્યું હતું કે, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટની સરળતાથી ઓળખ થઇ શકે તે માટે બંને નોટને ૧૦એમએન માટે અંતર રખાયું છે.
સરકારે ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે અને કાળા નાણા ઉપર બ્રેક મુકવા માટે ૯મી નવેમ્બરથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્લાસ્ટિક નોટના સંદર્ભમાં વાત કરતા પ્રધાને કહ્યું છે કે, પાંચ શહેરોમાં ટ્રાયલના ભાગરુપે ૧૦ રૂપિયાની પ્લાસ્ટિકની નોટ જારી કરવામાં આવશે. આ ટ્રાયલ કોચી, મૈસુર, જયપુર, સિમલા અને ભુવનેશ્વરમાં હાથ ધરવામાં આવશે. ટ્રાયલ ક્યા શરૂ કરાશે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી. ટાઈમલાઈનને લઇને વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં આ સંદર્ભમાં નિર્ણય કરવામાં આવશે. પ્લાસ્ટિક કરન્સીને લઇને સામાન્ય લોકોમાં સરકારની જાહેરાતથી ઉત્સુકતા વધી ગઈ છે.

Related posts

સંઘના રવિન્દર ગોસાઈની લુધિયાણામાં ઘાતકી હત્યા

aapnugujarat

સિદ્ધૂને પંજાબનાં મુખ્યમંત્રીએ ઝાટક્યા

aapnugujarat

શારદા ચીટ કાંડમાં સીબીઆઈ દ્વારા કરાયેલા ખુલાસા ગંભીર : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1