Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં ત્રણ અકસ્માતમાં બે બાળક સહિત ત્રણનાં મોત થયા

શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે અવારનવાર અક્સ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે, ગઇકાલે પણ પાણી પીવા માટે રોડ ક્રોસ કરી રહેલા એક ૧૨ વર્ષના બાળકને પૂરપાટઝડપે આવતા બાઇકચાલકે ટક્કર મારી ઉડાવતાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, શહેરના બહેરામપુરા વિસ્તારમાં પેસેન્જરોથી ભરેલી રીક્ષા પલ્ટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં સાત વર્ષના એક બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અન્ય અકસ્માતના એક બનાવમાં, સાણંઁદ તાલુકાના ગોધાવી ગામ પાસે અજાણ્યા વાહન દ્વારા રીક્ષાને જોરદાર ટક્કર મરાતાં રીક્ષા પલ્ટી ખાઇ ખેતરમાં પડી ગઇ હતી, જેમાં એક યુવકનું મોત નીપજયું હતુ, જયારે અન્ય એક વ્યકિતને ઇજા પહોંચી હતી. ત્રણેય બનાવો અંગે પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગતો એવી છે કે, વસ્ત્રાલ વિસ્તારમાં રત્નદીપ રોહાઉસ ખાતે રહેતા રઘુવીર ખટીક ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રઘુવીર તેનો ટેમ્પો લઇ મેમનગરમાં વાળીનાથ ચોક પાસે ભંગાર લેવા આવ્યો હતો, તેમની સાથે પાડોશમાં રહેતા જયંતિભાઇ ટાંકનો પુત્ર રાહુલ ટાંક(ઉ.વ.૧૨) પણ ટેમ્પોમાં આવ્યો હતો. દરમ્યાન રઘુવીરભાઇ વાળીનાથ ચોક પાસે માર્કેટમાં તેમના કામ માટે ગયા તે દરમ્યાન રાહુલ ટેમ્પોમાં બેઠો હતો અને તેને પાણીની તરસ લાગતાં તે સામે આવેલી ચાની કીટલી પર પાણી પીવા રોડ ક્રોસ કરવા જતો હતો તે દરમ્યાન અચાનક જ પૂરપાટઝડપે આવેલા બાઇક ચાલકે રાહુલને ટક્કર મારી ઉડાવ્યો હતો. તેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક તેને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે, સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે રઘુવીરભાઇએ અજાણ્યા બાઇકચાલક વિરૂધ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન બહેરામપુરા વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે રીક્ષાચાલકે પૂરપાટઝડપે રીક્ષા હંકારી ઓવરટેક કરવા જતાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી અને તેમાં બેઠેલા મુસાફરોને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ફારૂક સત્તારભાઇ મેમણ(રહે.કોશર ડુપ્લેક્સ, દાણીલીમડા)ના સાત વર્ષના પૌત્ર અહમદનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે ફારૂકભાઇએ આરોપી રીક્ષાચાલક વિરૂદ્ધ દાણીલીમડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ પ્રકારના અકસ્માતના અન્ય બનાવમાં, સાણંદ તાલુકાના ગોધાવી ગામ પાસે અજાણ્યા વાહન દ્વારા રીક્ષાને જોરદાર ટક્કર મરાતાં રીક્ષા પલ્ટી ખાઇ ખેતરમાં પડી ગઇ હતી, જેમાં એક યુવકનું મોત નીપજયું હતુ, જયારે અન્ય એક વ્યકિતને ઇજા પહોંચી હતી.

Related posts

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

aapnugujarat

પતિને લીંબુ પધરાવવા મોકલી તાંત્રિકનું પરિણિતા પર દુષ્કર્મ

aapnugujarat

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1