Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા ગણેશ પાર્ક પરીવારના સહયોગથી ગણેશ પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 101 વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. ગણેશ પાર્ક પરીવાર દ્રારા વૃક્ષોને ઉછેરી જતન કરવાની જવાબદારી લીધી હતી. જેમાં યુવા શક્તિ ગ્રુપના સભ્યો, સોસાયટીના રહીશો, ભાજપ તાલુકા મહામંત્રી કીરીટસિંહ ગોહીલ, સંજયસિંહ મકવાણા, નગરપાલિકા કાઉન્સિલર નિલેશભાઈ ચૌહાણ, તેજસભાઈ વજાણી, ર્ડા.પ્રકાશભાઈ સારડા, સુમનભાઈ સોની, ભાનુભાઈ પંડયા, અમીતભાઈ હળવદિયા, કે.બી.શાહ શાળાના વિધાર્થીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત શારદા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. તેમાં સુરેશભાઈ ચંડી, નગીનદાસ કણઝરીયા, સ્કુલના શિક્ષકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુવા શક્તિ ગ્રુપ દ્વારા વધુમાં વધુ વૃક્ષ વાવી વિરમગામ હરીયાળુ બનાવવા અપીલ કરવામાં આવી રહી છે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા તા.૧૫-૧૦-૨૦૧૭ના રોજ લુણાવાડાના કેન્દ્રો ખાતે યોજાશે.

aapnugujarat

ખેડૂતોને સમર્થન : ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખની અટકાયત

editor

मोदी की चाय की दुकान को पर्यटन केंद्र बनाने का काम शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1