Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મણિપુર માટે બે બટાલિયનો માટે મોદીએ આપેલ બહાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વીય રાજ્યો માટે ૧૦ ઇન્ડિયા રિઝર્વ બટાલિયનોને આજે લીલીઝંડી આપી હતી જેમાં મણિપુર માટે બે બટાલિયનોને મંજુરી આપવામાં આવી છે. મણિપુરમાં આ બે બટાલિયનોને લીલીઝંડી મળતા યુવાનોને સીધીરીતે નોકરી મળશે. મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં ૧૦૫મી ઇન્ડિયન સાયન્સનું ઉદ્‌ઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર દેશમાંથી ટીબીને સંપૂર્ણપણે ખતમ કરવામાં લાગેલી છે. ૧૦૦ બાળકોની સાથે વર્ષમાં ૧૦૦ કલાક ગાળવા મોદીએ દેશના વૈજ્ઞાનિકોને અપીલ કરી હતી. મોદીએ મણિપુર યુનિવર્સિટી સંકુલમાં ભારતીય વિજ્ઞાન સાયન્સનું ઉદ્‌ઘાટન સત્રમાં ભાગ લઇને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ મહાન વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટિફન બે વખત ભારત આવ્યા હતા. ભારતને પોતાના મિત્ર તરીકે ગણતા હતા. મોદીએ પ્રોફેસર યશપાલ, પ્રોફેશર યુઆર રાવ અને ડોક્ટર બલદેવ રાજને પણ યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દુનિયાએ ટીબીને ખતમ કરવા માટે ૨૦૩૦ની સમય મર્યાદા નક્કી કરી છે પરંતુ ભારત ૨૦૨૫ સુધી આ બિમારીને ખતમ કરવા ઇચ્છુક છે. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સામાન્યરીતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આનું આયોજન કરવામાં આવે છે. ટોચના વૈજ્ઞાનિકો આમા ભાગ લે છે. છેલ્લી સાયન્સ કોંગ્રેસની બેઠક આંધ્રપ્રદેશના તિરુપતિમાં યોજાઈ હતી. સવારે ઇમ્ફાલ પહોંચ્યા બાદ બિરેનસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. મોદી જુદા જુદા આવાસ સંકુલની આધાર શીલા મુકવા માટે પણ પહોંચ્યા હતા.

Related posts

૨૮મીએ મોંઘવારી ભથ્થાંની ઔપચારિક જાહેરાત કરાશે

aapnugujarat

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૧૯નાં વિજેતાઓ સાથે વાતચીત કરી

aapnugujarat

जाधव पर अपने कानून मुताबिक लेंगे फैसलाः पाक गृहमंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1