Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશનાં આતંકવાદીઓ ભાજપની ઓફિસમાં બેઠા છે : ગિરીરાજસિંહનાં નિવેદન બાદ રાબડીદેવીની પ્રતિક્રિયા

બિહારની પેટાચૂંટણીમાં અરેરિયા સીટ ઉપર રાષ્ટ્રીય જનતા દળની જીત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે એક વિવાદાસ્પદ નિવેદન કરીને ખળભળાટ મચાવી દીધો છે. અરેરિયામાં ભાજપની હાર થયા બાદ પ્રતિક્રિયા આપતા ગિરીરાજસિંહે કહ્યું છે કે, આરજેડીની જીત ખુબ જ ખતરનાક છે.
અરેરિયા હવે આતંકવાદીઓના ગઢમાં ફેરવાઈ જશે. ગિરીરાજ સિંહે કહ્યું છે કે, અરેરિયા માત્ર સરહદી વિસ્તાર નથી. આ માત્ર નેપાળ અને બંગાળ સાથે જોડાયેલા વિસ્તાર તરીકે નથી. એક કટ્ટરપંથી વિચારધારાને અહીં જન્મ મળી ગયો છે.
બિહાર માટે જ નહીં બલ્કે દેશ માટે પણ આ બાબત ખતરનાક રહેશે. અરેરિયા આતંકવાદીઓના ગઢમાં ફેરવાઈ જશે. અરેરિયા લોકસભા સીટ પર આરજેડીના સરફરાઝ આલમે ભાજપના પ્રદિપકુમાર સિંહને કારમી હાર આપી હતી. અહીં આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવ, મુખ્યમંત્રી નિતીશકુમારની પ્રતિષ્ઠા દાંવ ઉપર હતી. અરેરિયા લોકસભા સીટ આરજેડીના સાંસદ તસ્લીમુદ્દીનના અવસાનના કારણે ખાલી થઇ હતી અને આરજેડીએ તેમના પુત્ર સરફરાઝ આલમને આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. સરફરાઝ પહેલા સત્તારુઢ જેડીયુમાં ધારાસભ્ય તરીકે પણ રહી ચુક્યા છે. ગિરીરાજ સિંહના નિવેદન બાદ આરજેડી અને ભાજપ વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ ચુકી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના સાંસદ નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, જો અરેરિયામાંથી આરજેડી સાંસદ જીતી જશે તો આઈએસ માટે આ સુરક્ષિત સ્થાન બની જશે. નિત્યાનંદે એમ પણ કહ્યું હતું કે, અહીં આતંકવાદીઓ સરળતાથી રહી શકશે. બીજી બાજુ જો પ્રદિપસિંહની જીત થશે તો દેશભક્તિ ભાવની ભાવના વધશે.
અરેરિયામાંથી સરફરાઝની જીત થયા બાદથી રાજકીય ગરમી વધી ગઈ છે. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પણ ગિરીરાજની નિંદા કરી છે. માંઝીએ કહ્યું છે કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, કોઇપણ પ્રકારની આ પ્રકારની ચૂંટણી કરવામાં ન આવે. ખુબ જ સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે, અહીં મુસ્લિમ સમુદાયની સાથે સાથે એસસી અને એસટીના લોકો પણ રહે છે. બીજી બાજુ આરજેડીના વડા લાલૂ યાદવની પત્નિ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
રાબડીએ કહ્યું છે કે, સમગ્ર દેશના ત્રાસવાદી ભાજપની ઓફિસમાં બેઠા છે.
ભાજપને ચેતવણી આપતા રાબડીએ કહ્યું છે કે, જો માફી માંગવામાં નહીં આવે તો ૨૦૧૯માં લોકો માફ કરશે નહીં. ગિરીરાજ સિંહે આકરી પ્રતિક્રિયા કર્યા બાદથી આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જનતા યોગ્ય જવાબ આપી ચુકી છે જેથી ભાજપના લોકો નિરાશામાં આવા નિવેદન કરી રહ્યા છે. લોકસભાની પેટાચૂંટણી માટે ગઇકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુરની બેઠક ગુમાવી હતી. આ ઉપરાંત બિહારમાં અરેરિયા સીટ પણ ગુમાવી હતી. ગિરીરાજસિંહે આક્રમક નિવેદન કર્યા બાદ ભાજપના કેન્દ્રીય નેતાઓ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ આક્ષેપબાજીનો દોર તીવ્ર બને તેવી શક્યતા છે.

Related posts

RBI હાલ પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

aapnugujarat

जलियांवाला बाग राष्ट्रीय स्मारक संशोधन विधेयक को मंजूरी मिली

aapnugujarat

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1