Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મતદારો ભાજપથી નાખુશ : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટિ્‌વટ કરીને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલે શાયરીના અંદાજમાં કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારની વાત અધુરી દેખાઈ રહી છે. રાહુલે એસએસસી કૌભાંડને લઇને પણ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ બુધવારના દિવસે ઉત્તરપ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં પરિણામને લઇને પ્રતિક્રિયા આપી હતી. રાહુલે કહ્યું હતું કે, પેટાચૂંટણીમાં વિજેતા બનનારને તેઓ અભિનંદન આપે છે. પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું છે કે, મતદારો ભાજપને લઇને નાખુશ છે. આ વખતે બિનભાજપ ઉમેદવારોને જ ટેકો આપનાર છે. તેમની જીતવાની તકો વધી ગઈ છે. કોંગ્રેસ પાર્ટી પોતે પણ નવ નિર્માણને લઇને ઉત્સુક છે પરંતુ આમા સમય લાગશે. ઉત્તરપ્રદેશની બંને સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી દીધી હતી. સીટોની સ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ કંગાળ રહી છે. સર્વે મુજબ ૫૦થી ૬૦ સીટો પર કોંગ્રેસની હાલત ખરાબ છે. જો કે, કોંગ્રસને આશા છે કે પેટાચૂંટણી બાદ નવા સમીકરણો રચાઈ શકે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તમામ વિપક્ષો સાથે મળીને લડવાની વ્યૂહરચના ધરાવે છે.

Related posts

મમતા બેનર્જીએ મોદી-શાહને કહ્યા રાવણ અને દાનવ

editor

ખ્રિસ્તી મિશનરીએ વેચેલા ૫૮ બાળકોનો અતો-પતો નથી

aapnugujarat

पुरी रथ यात्रा को सुप्रीम की मंजूरी

editor

Leave a Comment

UA-96247877-1