Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

RBI હાલ પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મહિનામાં તેની પોલિસી સમીક્ષા બેઠકમાં ચાવીરૂપ વ્યાજ દરોને યથાવત રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતમાં હાલમાં ઘટાડો થઈ રહ્યો છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે તેવા અહેવાલ વચ્ચે આરબીઆઈ હાલમાં પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શાકભાજીના ભાવ ઘટી રહ્યા છે. ફળફળાદીની કિંમતો પણ ઘટી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની નવી પ્રાપ્તિ પોલિસી આગામી દિવસોમાં કૃષિ પેદાશોની કિંમતો ઉપર અસર કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે નવેમ્બર મહિના દરમિયાન સીપીઆઈ ફુગાવો ૨.૮થી ૩ ટકાની વચ્ચે રહી શકે છે. જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવો નવેમ્બર મહિના દરમિયાન ૪.૮ થી ૫ ટકાની રેન્જમાં રહી શકે છે. ઘણા બધા જોખમી પરિબળો પણ રહેલા છે. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. તેલ કિંમતો હજુ પણ વધુ ઘટે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે ભારતીય માર્કેટમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. રૂપિયામાં સ્થિરતા આવી શકે છે. ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે. આર્થિક વિકાસ દરની સ્થિતિ સુધરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. જોકે બેન્કીંગ વ્યવસ્થામાં બેડ સંપત્તિને લઈને સમસ્યા વધી શકે છે. નોન બેન્કિંગ વ્યવસ્થામાં ધારા ધોરણો વધુને વધુ કઠોર કરવામાં આવી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે રિઝર્વ બેન્કની નજર પરિસ્થિતિ ઉપર કેન્દ્રિત થયેલી છે. ડબલ્યુપીઆઈ ફુગાવા અને સીપીઆઈ ફુગાવાના આધાર ઉપર નિર્ણય લેવાશે.

Related posts

सुप्रीम कोर्ट का आधार जरुरी बनाने पर रोक से इनकार

aapnugujarat

फेल हुई ग्लोबल रोमिंग सर्विस तो यूजर को मिलेंगे ५०००

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1