Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ

બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે તેજી રહી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળ્યા બાદ આજે તેજીનો માહોલ રહ્યો હતો. સેંસેક્સ કારોબાર દરમિયાન લાઇફ ટાઈમ ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ આજે કારોબારના અંતે ૩૭૦ પોઇન્ટ ઉછળીને ૩૯૨૭૬ની સપાટએ ર્યો તો જ્યારે નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૮૭ની સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૨૧ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૭૨ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં પ્રાઇવેટ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસ અને ઓટોના શેરમાં પણ તેજી રહી હતી. જેટ એરવેઝના શેરમાં આઠ ટકા સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો. એનએસઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એરલાઈનને તેના ઓપરેશને કામ ચલાઉ ધોરણે બંધ કરી દેવું જોઇએ. સોમવારના દિવસે પાંચ ટકાનો ઉછાળો નોંધાયા બાદ ટીસીએસના શેરમાં છ મહિનાની ઉંચી સપાટી આજે જોવા મળી હતી. આ શેરમાં વધુ એક ટકાનો ઉછાળો આજે નોંધાયો હતો જેથી તેની સપાટી ૨૧૩૨ રૂપિયા રહી હતી. એશિયન શેર બજારમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી હતી. લોકસભાની યોજાઈ રહેલી ચૂંટણીની અસર પણ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. બીજા તબક્કાનું મતદાન હવે ૧૮મીએ યોજાનાર છે. શેરબજાર ઉપર સીધી અસર દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે કારોબાર બાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહેશે જ્યારે શુક્રવારના ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. આ પરિણામ ક્રમશઃ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે જાહેર કરાશે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા. આ પ્રવાહ જારી રહેવાની સ્થિતિમાં મૂડીરોકાણકારોનો નૈતિક જુસ્સો વધ શકે છે. ગઇકાલે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ સુધરી ૩૮૯૦૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળી ૧૧૬૯૦ની સપાટીએ રહ્યો હતો.

Related posts

લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

aapnugujarat

ભારતીય સરહદથી ચીની સેનિકો પરત ફર્યાં

aapnugujarat

Sensex drop by 306 pts to 38,031.13 at close

aapnugujarat

Leave a Comment

UA-96247877-1