Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેમાં ૨૧ શહેરોમાં વિભિન્ન પદો પર ૯૦,૦૦૦ ભરતી

રેલવે મંત્રાલયે દેશભરના ૨૧ શહેરોમાં વિભિન્ન પદો પર ૯૦,૦૦૦ ભરતી નીકળી છે. આ વાતની માહિતી ખુદ કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્‌વીટ કરીને રવિવારના રોજ આપી છે. ટ્‌વીટમાં તેમણે લખ્યું કે ‘નવા ભારતના નિર્માણમાં રેલવેનો સહયોગઃ ૯૦,૦૦૦ નોકરીઓની સાથે ભારતીય રેલવે યુવાનો માટે સોનેરી તક લઇને આવ્યું છે. વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો’. ટ્‌વીટના મતે રેલવે એ જે ૨૧ શહેરો માટે ભરતીઓ નીકળી છે. તેમાં અમદાવાદ, અજમેર, અલહાબાદ, બેંગલુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ચેન્નાઇ, ગોરખપુર, ગુવાહાટી, જમ્મુ, કોલકત્તા, માલદા, મુંબઇ, મુઝફ્ફરપુર, પટના, રાંચી, સિલીગુડી, સિકંદરાબાદ અને ત્રિવેન્દ્રમ સામેલ છે.ટ્‌વીટના મતે રેલવેએ આ વખતે પરીક્ષાર્થીઓની સુવિધા માટે પરીક્ષા ફી ઘટાડ. પરીક્ષાનું આયોજન ૧૫ ભારતીય ભાષાઓમાં કરવાની વાત કહી છે. ટ્‌વીટના મતે આવેદન કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ હશે.

Related posts

भारी मुश्किल में हैं किसान, जल्द मांगें माने केंद्र : मान

editor

વિમાની ભાડામાં ૧૫ દિનમાં ૧૭ ટકાનો થયેલ વધારો

aapnugujarat

રાહુલ ગાંધીએ પાર્ટીમાં કર્યો મોટો ફેરફાર, વર્કિંગ કમિટીને કરી ભંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1