Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વિમાની ભાડામાં ૧૫ દિનમાં ૧૭ ટકાનો થયેલ વધારો

વિમાની યાત્રા કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર હવે લાંબા સમય સુધી રહેશે નહીં. કારણ કે, વિમાની ભાડામાં વધારો થઇ શકે છે. યાત્રીઓને વિમાની યાત્રા કરવા માટે વધુ નાણા ચુકવવા પડશે. જેટ ફ્યુઅલની કિંમત ગયા મહિનાની સરખામણીમાં ખુબ વધી ચુકી છે. જુદા જુદા સ્થાનિક રુટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, મે ૨૦૧૮ના શરૂઆતના ૧૫ દિવસના ગાળામાં વિમાની યાત્રા છેલ્લા વર્ષની સરખામણીમાં ૧૭ ટકા સુધી વધી ગઈ છે. એટલે કે વિમાની ભાડામાં ૧૭ ટકાનો વધારો મે મહિનામાં થઇ ચુક્યો છે. યાત્રી ભાડામાં વધારો થતાં માંગ ઉપર પણ તેની અસર થઇ છે. મે મહિનામાં લોડ સેક્ટરમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ભારતના બીજા સૌથી મોટા ઓનલાઈન પોર્ટલ યાત્રા ડોટ કોમના સીઈઓના કહેવા મુજબ જુદા જુદા ક્ષેત્રમાં વિમાની યાત્રી ભાડામાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષે મેની સરખામણીમાં તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. શરતમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિનાની શરૂઆતમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલમાં ૬.૩ ટકાનો વધારો થયો થયો છે. સમર હોલીડેની માંગ પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. યાત્રી ભાડા વધવાના કારણે બંનેમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ મુજબ મે ૨૦૧૮માં દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત ૨૬.૪ ટકા વધીને ૬૫૩૪૦ રૂપિયા પ્રતિ કિલોલીટર થઇ ગઇ છે. જે મે ૨૦૧૭માં ૫૧૬૯૬ રૂપિયા હતી. જો જેટ ફ્યુઅલ કિંમતની સરખામણી એપ્રિલ ૨૦૧૮થી કરવામાં આવે તો તેમાં ૬.૩ ટકાનો વધારો થઇ ચુક્યો છે. એપ્રિલમાં તેની કિંમત ૬૧૪૫૦ રૂપિયા પ્રતિ કિલોલીટર હતી. ભારતમાં જેટ ફ્યુઅલ પર ખુબ વધારે ટેક્સ લાગે છે. આજ કારણથી દેશમાં એરલાઈન્સ ઓપરેશનના કુલ ખર્ચમાં ૫૦ ટકા હિસ્સો જેટ ફ્યુઅલનો રહે છે. ભારતમાં સ્થાનિક પેસેન્જર ગ્રોથ દુનિયામાં સૌથી વધારે છે. હવે આને જેટ ફ્યુઅલની કિંમતમાં થયેલા વધારા બાદ ભાડામાં વધારો થતાં અસરનો સામનો કરવો પડશે. નામ જાહેર નહીં કરવાની શરતે ઇન્ડિયન એરલાઈન્સના એક અધિકારીએ કહ્યું છે કે, ભાડામાં વધારો થવાના પરિણામ સ્વરુપે ડિમાન્ડમાં પણ અસર થઇ રહી છે.
એવિએશન કોસ્ટ પ્લસ બિઝનેસ નથી. સ્પર્ધાના પરિણામ સ્વરુપે વધી રહેલા ખર્ચનો બોજ યાત્રીઓ ઉપર મુકી શકાય નહીં. તેમણે કહ્યું છે કે, છેલ્લી ઘડીએ બુક કરવામાં આવેલા ટિકિટમાં પણ ભાડામાં વધારો દેખાઈ રહ્યો છે. આનાથી ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભાડામાં વધારો થવાના પરિણામ સ્વરુપે મે મહિનામાં શરૂઆતના ૧૫ દિવસમાં તમામ એરલાઈન્સના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકાર લોકોનું કહેવું છે કે, આનાથી વર્તમાન વર્ષમાં ભારતીય એરલાઈન્સ કંપનીઓના નફા ઉપર અસર પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે, જૂન સુધી કુલ કિરાયામાં નજીવો વધારો દેખાય છે પરંતુ ડિપાર્ટચર ભાડામાં સરેરાશથી વધારે ભાડુ હોઈ શકે છે. આગામી દિવસોમાં વિમાની યાત્રા વધુ મોંઘી બની શકે છે.

Related posts

मध्य प्रदेश और पंजाब में पद्मावती नहीं होगी रिलीज

aapnugujarat

જીડીપી ગ્રોથ ૬.૫ ટકાની આસપાસ રહેશે : સરકાર

aapnugujarat

एयर इंडिया के निजीकरण के खिलाफ कर्मचारी करेंगे विरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1