Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ પાર્ટીમાં કર્યો મોટો ફેરફાર, વર્કિંગ કમિટીને કરી ભંગ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના આગામી પૂર્ણ સત્ર માટે નવી સંચાલન સમિતિનું ગઠન કર્યું છે. ૩૪ સભ્યની આ કમિટીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ રક્ષાપ્રધાન એ કે એન્ટોની, અહમદ પટેલ, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, પૂર્વ નાણાપ્રદાન પી ચિદમ્બરમ સહિત અનેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સંચાલન સમિતિ કોંગ્રેસની કાર્યસમિતિની જગ્યા લેશે. રાહુલ ગાંધી દ્વારા ગઠિત આ સમિતિની બેઠક ૧૭ ફેબ્રુઆરીએ કોંગ્રેસના મુખ્યાલયમાં યોજાશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે ફેરફાર થવાની આશા રાખવામાં આી છે.એક મળતા અહેવાલ મુજબ રાહુલ ગાંધી કોંગ્રેસની સૌથી મોટા નિર્ણય લેનાર બોડી ‘કાર્યસમિતિ’ ને ભંગ કરશે એટલે કે સોનિયા ગાંધીની કાર્યકાળમાં રચાયેલી કાર્યસમિતિ હવે રાહુલ ગાંધીના કાર્યકાળમાં નવેસરથી ગઠિત કરવામાં આવશે. રાહુલ ગાંધીએ હવે કોંગ્રેસની જૂની કાર્યસમિતિનો ભંગ કરવાનું નક્કી કરી દીધું છે.ટેકનિકલ દ્રષ્ટિએ કાર્યસમિતિનો ભંગ થવાથી તે સંચાલન સમિતિમાં ફરી જશે, જે આવતા મહિને ૧૭-૧૮ માર્ચે દિલ્હીમાં યોજાનાર પાર્ટીના અધિવેશ સુધી કાર્યવાહક તરીકે બની રહેશે. અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ સહિત કાર્યસમિતિમાં કુલ ૨૫ સભ્ય હતા, જેમાં ૧૨ની ચૂંટણી દ્વારા અને ૧૨ સભ્યોની પાર્ટીના અધ્યક્ષ નિયુક્ત કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવી સંચાલન સમિતિનું ગઠન થઇ જતાં રાહુલ ગાંધીની નવી ટીમ સામે આવી જશે.

Related posts

मन की बात में बोले पीएम मोदी- “नया भारत” पुरानी सोच से चलने को तैयार नहीं

aapnugujarat

India planning to launch its own space station : ISRO chief K Sivan

aapnugujarat

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1