Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેમાં આવી બમ્પર ભરતીઃ ૮૯,૦૦૦થી વધુ ભરતી થશે

ભારતીય રેલવેમાં નોકરી માટે મોટા પ્રમાણમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભારતીય રેલવે દ્વારા કુલ ૮૯,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ખાસ નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.રેલવેમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી સ્તરની જોબ માટે યોગ્ય ઉમેદવારોની દેશભરમાંથી અરજીઓ મંગાવાઇ છે. જેમાં ગ્રુપ સીમાં મદદનીશ લૉકૉ પાયલટ અને ટેકનિશિયન માટે કુલ ૨૬,૫૦૭ જગ્યાઓ છે. આ પોસ્ટ પર અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૫મી માર્ચ ૨૦૧૮ છે.
જ્યારે પ્રારંભિક પગારધોરણ ૧૯,૯૦૦ અને ભથ્થાં છે.જ્યારે ગ્રુપ ડી માટેની ભરતીમાં ટ્રેક મેન, ગેંગમેન, મદદગારો, પોર્ટર, પોઇન્ટમેન અને કેબિનમેનની કુલ ૬૨,૯૦૭ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગ્રુપ ડી પોસ્ટ માટે જરુરી લઘુત્તમ લાયકાત ધોર.૧૦ અથવા આઈટીઆઈ પાસ છે. આ શ્રેણી માટે માસિક ૧૮,૦૦૦ અને ભથ્થાં પગારધોરણ છે. અને અરજી કરવાની અંતિમ તારીખ ૧૨મી માર્ચ ૨૦૧૮ છે. રેલવે દ્વારા આ સામૂહિક ભરતીના પ્રયાસનો હેતુ દેશના યુવાવર્ગમાં બેરોજગારોને નોકરીની તક ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો માટે રેલવેની વેબસાઈટ પર વિગતે જોઇ શકાશે.

Related posts

માર્ચ ૨૦૧૮ સુધી ૭.૫ ટકાનો વિકાસ દર રહેશે : અરવિંદ પનગારિયા

aapnugujarat

હેકર્સના એક ગ્રૂપે રેયાન ઈન્ટરનેશનલની અધિકારિક વેબસાઈટને હેક કરી

aapnugujarat

ગાંધીનગર સીટ પર અમિત શાહનો વિજય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1