Aapnu Gujarat
રાષ્ટ્રીય

હેકર્સના એક ગ્રૂપે રેયાન ઈન્ટરનેશનલની અધિકારિક વેબસાઈટને હેક કરી

રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગત શુક્રુવારે બીજા ધોરણમાં ભણતા સાત વર્ષના પ્રદ્યુમનની સાથે કુકર્મ કરાયા બાદ તેની બેરહેમીથી હત્યા કરાઈ હતી. આ વચ્ચે હેકર્સના એક ગ્રૂપે વિરોધ પ્રદર્શન કરતા રેયાન ઈન્ટરનેશનલની અધિકારિક વેબસાઈટને હેક કરી દીધી છે. હેકર્સે વેબસાઈટ પર સ્કૂલ મેનેજમેન્ટ માટે સંદેશ પણ મૂક્યો છે.
રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલની અધિકારિક વેબસાઈટ હેક કરવામાં આવી છે. જેની જવાબદારી કેરળ સાઈબર વોરિયર્સે લીધી છે. વેબસાઈટ હેક કરીને હેકર્સે મૃત પ્રદ્યુમનની ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. હેકર્સે હિન્દીમાં લખ્યું છે કે, તુમ શાયદ ચલે ગયે હો, પર તુમ કભી ભી ભૂલાયે નહિ જાઓગે.
આ ઉપરાંત હેકર્સે સ્કૂલ મેનેજમેન્ટ માટે જે સંદેશ છોડ્યો છે, તેમાં લખ્યું છે કે, ભારતના નાગરિકો માસુમ પ્રદ્યુમન ઠાકુર માટે ન્યાય ઈચ્છે છે. જેને પોતાની જિદંગી તમારી સુરક્ષામાં લાપરવાહી હોવાને કારણે ગુમાવી દીધી છે. સ્કૂલ તમારા માટે એક બિઝનેસ છે, વિદ્યાર્થીઓ પ્રતિ તમારી જવાબદારીઓ છે? તમારી સ્કૂલમાં સુરભા માટે કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.હેકર્સે સ્કૂલ મેનેજમેન્ટની લાપરવાહીને તરફ ઈશારો કરતા લખ્યું કે, સીસીટીવી કેમેરા કામ નથી કરી રહ્યા, મેનેજમેન્ટ કર્મચારીઓની નિયુક્તિ કરતા પહેલા તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં અસફળ રહ્યા છે. બસ ડ્રાઈવર્સ અને કન્ડક્ટરોને સ્કૂલની બિલ્ડિંગમાં આવવાની પરમિશન છે. સાથે જ અજાણ્યા લોકોને પણ સ્ટુડન્ટ્‌સના બાથરૂમમાં જવાની પરમિશન છે.

Related posts

Over 25 lakh devotees in May visits Tirumala: TTD joint executive officer KS Sreenivasa Raju

aapnugujarat

ઝારખંડમાં ૧૦૦૦ કરોડથી વધારેનું ગેરકાયદેસર ખનન

aapnugujarat

NASA ने जारी की तस्वीरें, दिल्ली-हरियाणा में सबसे ज्यादा जलाई गई पराली

editor

Leave a Comment

UA-96247877-1