Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અખિલેશ યાદવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે યુપી ચૂંટણીમાં બધા કહેતા હતાં કે વિકાસ સૈફઈમાં જતો રહ્યો. હવે વિકાસ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે તે લોકો જોઈ રહ્યા છે.
આ સાથે તેમણે કહ્યું કે હું તો એમ પણ કહી શકુ છું કે સાબરમતીના કિનારા કરતા વધુ ખુબસુરત ગોમતીનો કિનારો હોત. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ જાપાનના પીએમ શિન્ઝો આબેએ આજે સાબરમતી સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ અગાઉ પીએમ મોદી, શિન્ઝો આબે સાબરમતી રિવરફ્રન્ટ પણ ગયા હતાં.
લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે કહ્યું કે બુલેટ ટ્રેન ચાલશે તો શું બેરોજગારી ખતમ થઈ જશે? દેશની સૌથી વધુ વસ્તી દિલ્હીથી કોલકાતા વચ્ચે રહે છે, અને અહીં બુલેટ ટ્રેન ચાલે તો કઈ વાત થાય. હું કહી શકું કે ગોમતીનો કિનારો સાબરમતીના કિનારા કરતા વધુ ખુબસુરત હોત. મેં સદનમાં કહ્યું હતું કે આ યુપીનું બજેટ રોકનારું બજેટ આવ્યું છે. આ મેટ્રો સમાજવાદીઓની દેણ છે. આ શહેરના લોકો જાણે છે કે મેટ્રો સમાજવાદીઓએ આપી છે.આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીના વંશવાદવાળા નિવેદન પર બોલતા કહ્યું કે રાહુલજી અમારી સાથે છે અને અમારા મિત્ર છે. તેમણે દેશની રાજનીતિના સંદર્ભે નિવેદન આપ્યું. દુનિયામાં એવી તમામ જગ્યાઓ છે જ્યાં એક પરિવારથી અનેક લોકો રાજકારણમાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ મંગળવારે અમેરિકાના બર્કલેમાં કહ્યું હતું કે ભારતમાં વંશવાદની રાજનીતિ તમામ પાર્ટીઓની સમસ્યા છે અને સિનેમા અને કારોબાર જગતમાં પણ આમ જ ચાલી રહ્યું છે.

Related posts

Security forces killed 1 militant in Sopore gunfight

aapnugujarat

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે

aapnugujarat

चुनावी नतीजों के बाद पहली बार सस्ता हुआ पेट्रोल-डीजल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1