Aapnu Gujarat
બ્લોગ

વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતું દારૂનું પ્રમાણ

મેટ્રો કલ્ચર ને હાઇ સોસાયટીની મહિલાઓના શોખને કારણે શહેરની મહિલાઓમાં આલ્કોહોલના સેવનનું પ્રમાણ વધી રહ્યુ છે એમ અગર જો આપણે માનતા હોઇએ તો એ માન્યતા ભૂલ ભરેલી છે. કમ સે કમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોપ્યુલેશન સાયન્સનો સર્વેનો અહેવાલ તો આમ જ જણાવી રહ્યો છે. મહારાષ્ટ્રના ગામડાંની સ્ત્રીઓમાં આલ્કોહોલ અને તમાકુના સેવનનું પ્રમાણ શહેરની સ્ત્રીઓ કરતા વધારે છે.શહેરી વિસ્તારની ૦.૪ ટકા સ્ત્રીઓની સરખામણીએ ગામડાંની ૦.૭ ટકા સ્ત્રીઓ મદ્યપાન કરે છે એમ આ સર્વેમાં જણાવવામાં આવ્યુ છે. તેમ જ શહેરની સરખામણીએ ગામડાંની બે ગણી વધારે સ્ત્રીઓ તમાકુની બંધાણી છે. આ સર્વેમાં ૨૯૦૦૦ ગામડાંનાં મળીને કુલ ૫૨,૦૦૦ ઘરોને આવરી લેવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં હાલમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ દેશની ૨.૨ ટકા કરતા વધારે મહિલાઓ મદ્યપાન કરે છે, ૧૦.૮ ટકા મહિલાઓ પાન મસાલા અને ૧.૪ ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૭ ટકા પુરૂષો અને ૧૨ ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે.
તમાકુનું સેવન કરવાથી અને ધૂમ્રપાન કરવાથી કેૅન્સર સહિત ઘણાં જ જીવલેણ રોગો થાય છે. કાયમી પુષ્કળ પ્રમાણમાં શરાબનું સેવન કરવાથી લીવર, જ્ઞાનતંતુ સંબંધી રોગો ઉપરાંત ઘણી જાતિય અને માનસિક તકલીફો થાય છે.જો કે, ગામડાંની ઘણી સંસ્થાઓ આ અહેવાલ સાથે સહમત નથી. વિદર્ભ જનઆંદોલન સમિતિએ આ અહેવાલને બક્વાસ ગણાવ્યો છે. શહેરની મહિલાઓ મદ્યપાન કરે છે, પણ ગામડાંની મહિલાઓ મદ્યપાન નથી કરતી. ગામડાંની મહિલાઓ વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી ઘરકામો કરતી હોય છે અને આખો દિવસ ઘરમાં જ રહેતી હોય છે. આદિવાસી મહિલાઓમાં દારૂ પીવાનું ચલણ હોય છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોપ્યુલેશન સાયન્સ (આયઆયપીએસ) જો કે પોતાના દાવાને સમર્થન આપતા જણાવે છે કે ગામડાંની મહિલાઓ શરાબ નથી પીતી એ માન્યતા ભૂલ ભરેલી છે. ગામડાંનાં દારૂની ગુણવત્તા અને ભાવમાં ફરક હોઇ શકે છે. ગામડાંઓમાં અને ઘણાં આદિવાસીઓના વિસ્તારોમાં ઘરમાં જ દારૂ બનાવવામાં આવે છે અને સ્ત્રીઓ પણ આ દારૂનું સેવન કરે છે.
ગામડાંની સ્ત્રીઓ સીમિત માત્રામાં દારૂનું સેવન કરતી હોવાથી જલદીથી નજરમાં નથી આવતી. એનજીઓ ઇન્ડિયા સેન્ટર ફોર એલ્કોહોલિક સ્ટડીઝે ૨૦૧૩માં કહ્યું હતું કે શરાબ પીનારી મહિલાઓની કુલ સંખ્યામાં પાંચ ટકા ભારતીયો છે. પરંતુ ચેતવણીજનક બાબત એ છે કે આગામી પાંચ વર્ષોમાં તેમાં ૨૫ ટકા વધારાની શક્યતા છે. જસલોક હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ડોક્ટર હેમંત ઠાકરે કહ્યું કે ‘મહિલાઓને એટલી ઝડપથી શરાબ હજમ નથી થતો જેટલો પુરુષોને થાય છે. આથી પુરુષોની સરખામણીએ મહિલાઓને નશો ઝડપથી થાય છે અને ઉતરવામાં પણ વિલંબ થાય છે.’અમેરિકાના નોટ્રે ડેમ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાવાયું છે કે નશો માટે મહિલાઓના શરીરમાં પાણીની ઘટ જવાબદાર છે. નિષ્ણાતોનું કહેવું છે કે એક સમાન વજનના પુરુષ અને મહિલા સમાન પ્રમાણમાં શરાબનું સેવન કરે છે તો મહિલાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહિલાઓના પેટમાં શરાબ પચાવવા માટે જરૂરી એન્ઝાઇમનું સ્તર દ્યણું ઓછું હોય છે. યુવતીઓમાં નશો કરવાનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જાય છે. આજકાલની યુવતી વિદેશી કલ્ચરના રવાડે ચડી છે. જેના કારણે આ ઘટનાઓ પ્રકાશમાં આવે છે. હોસ્પીટેલ અને પેઇનગેસ્ટ તરીકે રહેતી યુવતીઓમાં નશો કરવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દારૂ અને સિગરેટ પીવાનું કોલેજ ગર્લ્સ માટે જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગે છે.એક સર્વે મુજબ જોઇએ તો ભારતીય મહિલાઓમાં ૫ ટકા મહિલા શરાબના નશામાં ધુત હોય છે.મહિલાના પેટમાં દારૂ પચી ન શકતો હોવાનું પણ સર્વેમાં સામે આવ્યું છે. મહિલાના લોહીમાં આલ્કોહોલની માત્રા વધારે જોવા મળે છે. તેમજ આગામી ૫ વર્ષમાં મહિલાઓ વ્યસન કરતી સંખ્યા ૨૫ ટકાએ પહોંચે તેવું અનુમાન છે. અમેરિકામાં નશામાં ડ્રાઇવિંગ કરતી ૩૦ ટકા મહિલાની ધરપકડ અત્યાર સુધી થઇ છે. બોલિવુડની અનેક એકડ્રસ નશાની વ્યસની છે. હાઇટેક એરિયામાં દારૂનું વ્યસન વધારે જોવા મળે છે. વિશ્વેષણ મુજબ સરખા વજન ધરાવતા મહિલા-પુરુષ એક જ માત્રામાં નશો કરે છે. નશા માટે મહિલાના શરીરમાં પાણીની કમી વધારે જવાબદાર છે.દારૂના નશા માટે હવે સ્પેનમાં પુરુષ કરતા મહિલા વધરે નશાની વ્યસની બની છે. પબમાં બંન્નેની સંખ્યા લગભગ સરખી જોવા મળે છે. જો કે મહિલાઓ દ્વારા દારૂ સહિતના વ્યસનની વધતી કુટેવ હાની કારક છે.તેને સમાજની મહિલાઓ દ્વારા જ આ કુટેવ ખોટી છે અને તેનાથી બચીને રહેવાની સલાહ પણ આપવામાં આવે છે.તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધરાયો હતો અને આ અભ્યાસ કેટલી મહિલાઓ નશો કરે છે તે અંગે હતો. આશ્ચર્યની વાત તો તે છે કે આ અભ્યાસમાં જણાવાયું છે કે નશો કરતી મહિલાઓમાં વધારો થઇ રહ્યો છે. નવાઇની વાત તો તે છે કે આ મહિલાઓ મોટેભાગે પોતાને આધુનિક ગણાવવાની લ્હાયમાં દારૂની સેવન કરતી હતી. અત્યારે સમય બદલાયો છે તે વાત સાચી પરંતુ પોતાને આધુનિક સાબીત કરવા માટે દારૂ પીવો પડે તે બાબત કાંઇ સમજ પડે તવી નથી. દારૂની સેવન કરતી મહિલાઓને લાગી રહ્યું છે કે તેઓ આ રીતે નશો કરે છે તેથી તેઓ આધુનિક અને ફેશનેબલ લાગી શકે છે. પરંતુ આ તેઓનો ભ્રમ છે. વળી દારૂ બનાવતી કંપનીઓ પણ પોતાની જાહેરાતમાં દારૂ પીતી સ્ત્રી આધુનિક અને અને પુરુષની સમકક્ષ ગણાવે છે તેથી મહિલાઓને એવું લાગે છે કે જો આધુનિક અને ફેશનેબલ ગણાવવું હશે તો દારૂ પીવો પડશે.નશો કરનાર મહિલાઓ માટે અત્યારે તો બીયર અને શેમ્પેઇન જુના થઇ ગયા છે. હવે તો નશાની વિવિધ રીતો સામે આવી રહી છે. બીજી તરફ દારૂ બનાવતી કંપનીઓ પણ પોતાનું સ્થાન મજબુત કરવા માટે કમર કસી રહ્યાં છે અને તેથી જ તેઓ પણ મહિલાઓને જ લક્ષ્ય બનાવી રહ્યાં છે. મહિલાઓમાં પણ હવે માત્ર શેમ્પેઇન સુધી સિમિત ન રહેતા વોડકા અને બીયર જેવા દારૂનું પ્રમાણ વધ્યું છે. પહેલા તો ભારતની કેટલીક ગણતરીની જ ટોચની હોટલોમાં વોડકા અને રમ કે બીયર મળી શકતા હતાં. હવે તેને સ્થાને કોઇ પણ રલ્ટોરાંમાં કે ડીસ્કોમાં આ તમામ સવલતો ઉપલબ્ધ છે. વળી હવે તો મહિલાઓની કીટી પાર્ટીઓ પણ આ નશા વગર પૂરી થતી નથી.
આ પહેલા જ્યારે પણ નશાની વાત કરવામાં આવે ત્યારે તેમાં બે પ્રકાર જોઇ શકાતા હતાં. એક ગરીબ વર્ગની મહિલાઓ કે જે પોતાના કુંટુંબના ભરણપોષણ માટે આ પ્રકારે નશાનો ધંધો કરતી હોય અને બાદમાં નશો કરતી થઇ હોય અથવા ઝુપડપટ્ટીમાં રહેતી ગરીબ મહિલાઓ કે જેઓ પોતીની આર્થિક પરિસ્થિતિને કારણે ખોટા ધંધામાં સપડાઇ ગઇ હોય. બીજા પ્રકારની વાત કરીઓ તો એવી મહિલાઓ છે કે જેઓ પોતાને આધુનિક ગણાવવા માટે નશો કરતી હોય છે અને બાદમાં તેને છોડી શકતી નથી. ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં દારૂની સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. આમ કરવાથી ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ પોતાને પુરુષ સમોવડી ગણતી હોય છે.ભૌતિક સુખની અધિકતાને કારણે જો પુરુષ પી શકે તો પોતે કેમ નહીં? આ દલીલ તેને પીવા ઉશ્કેરે છે.
ત્રીજા પ્રકારની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીનીઓ અને કોલેજમાં જતી યુવતીઓનો સમાવેશ કરી શકાય. આવી યુવતીઓ ખાસ કરીને જ્યારે ડીસ્કોમાં જતી હોય છે ત્યારે તેઓ નશાના કડણમાં ફસાઇ જતી હોય છે. ચિંતાજનક બાબત તો તે છે કે આ અભ્યાસ હાથ ધરાયો તેમાં ૨૧ થી ૩૫ વર્ષની યુવતીઓની સંખ્યા ખુબ વધારે છે તેથી હવે આ બાબતે ચેતવું જરૂરી બની ગયું છે. આ અભ્યાસમાં તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા છે અને એકલતાનો ભોગ બનેલી તથા વ્યવસાયી મહિલાઓનો આંકડો પણ વધુ છે.
દારૂ પીવાના કારણો જોઇએ તો શ્રમજીવી અને ગરીબ વર્ગ પોતાની અજ્ઞાનતા અને નિરક્ષરતાને કારણે દારૂ પીતી હોય છે. ઉચ્ચ વર્ગની વાત કરીઓ તો આવી મહિલાઓ પોતાને સ્માર્ટ અને આત્મવિશ્વાસુ બતાવવા માટે નશો કરતી હોય છે. આ સિવાય મનમાં ખોટી ભ્રમણાઓને કારણે પણ દારૂ પીવાતો હોય છે જેમ કે દારૂ પીવાથી સેક્સ અને ફોર પ્લે સમયે વધુ ઉત્તેજના લાગેં છે. વળી વધુ સમય સુધી સેક્સનો આનંદ લઇ શકાય છે તથા સ્ટેમિના પણ લાંબો સમય જળવાઇ રહે છે. આવી બધી ભ્રમણાને કારણે મહિલાઓ દારૂ તરફ વળતી હોય છે. વળી કેટલીક મહિલાઓ માનસિક તાણમાં કે એકલતાને કારણે નશા તરફ વળી જતી હોય છે. તેઓએ એ સમજવું જરૂરી છે કે માનસિક તાણ કે એકલતાનો ઇલાજ નશો નથી. ક્યારેક પારાવાર ભૌતિક સુખ પરંતુ પતિની અવગણનાને કારણે જીવન નિરર્થક લાગવા લાગે ત્યારે પણ મહિલાઓ નશા તરફ વળી જતી હોય છે. કોલેજ વર્ગની વાત કરીએ તો તેમાં મિત્રોનું દબાણ કે પોતાને સાબીત કરવા જેવી બાબતો મહત્વનો ભાગ ભજવતી હોય છે.વળી મધ્યમ વર્ગની યુવતીઓ પોતે મણિબેન ન લાગે તે માટે નશો કરતી હોય છે પરંતુ તેઓ તેના ભયસ્થાનોથી અજાણ હોય છે અને બાદમાં પસ્તાય છે પરંતુ ત્યારે ખુબ મોડુ થઇ ગયુ હોય છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓને સૌથી ઉપર ગણવામાં આવી છે અને તેને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આ રીતે મહિલાનુ નશા તરફ વળવુ ચિંતાજનક છે.સમાજ તથા પરિવારમાં મહિલાનો જનની તરીકે મહિમા ગણાવ્યો છે ત્યારે હવે મહિલાની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ લાગી ગયું છે. આપણે ૨૧મી સદીમાં પ્રવેશી ચુક્યા છીએ ત્યારે આ વાત થોડી કડવી લાગશે પરંતુ ફેશન,સ્વાસ્થ્ય અને આનંદ ત્રણેય અલગ અલગ બાબત છે. આનંદ અને ફેશનને દારૂ સાથે સાંકળવા અયોગ્ય બાબત છે અને જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી દારૂ કે કોઇ પણ પ્રકારની લત કે નશો સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. પોતાને ફેશનેબલ બતાવવા દારૂ પીવામાં આવે તે અયોગ્ય બાબત છે. શક્ય હોય તો તમારી પ્રતિભા અન વ્યક્તિત્વનો વિકાસ કરો. કીટી પાર્ટી હોય કે અન્ય કોઇ પણ પાર્ટી દારૂથી દુર રહો. કોલ્ડ ડ્રિંક પીઓ કે અન્ય કોઇ પીણુ પરંતુ દારૂ ન પીશો. હંમેશા સ્વાસ્થ્યને પ્રાધ્યાન્ય આપો અને આવા નશા માટે દબાણ કરતી કંપનીથી દુર રહો. વિદ્યાર્થીવર્ગે પણ આ બાબત સમજવાની જરૂર છે કે ડિસ્કોમાં જઇ આનંદ ચોક્કસ કરો પરંતુ મણિબેન નથી દેખાવું તવું વિચારી નશાના માર્ગે ન ચડશો. આમ કરવાથી તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યાં છો.

Related posts

આત્મ જ્ઞાન વિના ગંગા અને કુંભ સ્નાન નકામું

aapnugujarat

पिछले एक वर्ष में ५० फिसदी लोगो ने रिश्वत देने की बात स्वीकार की है : ओनलाईन सर्वे

aapnugujarat

*इस संदेश को पढिये मन प्रसन्न हो जायेगा*

aapnugujarat

Leave a Comment

UA-96247877-1