Aapnu Gujarat
બ્લોગ

આત્મ જ્ઞાન વિના ગંગા અને કુંભ સ્નાન નકામું

માનવીય જીવન માત્રને માત્ર પરમાત્માની કૃપા તરીકે મળ્યું છે, ને પરમાત્મા એક જ છે, અનેક નથી, ,તેનામાં કોઈ પણ જાતના વિભાગ નથી, અને આત્માં એજ પરમાત્મા છે, અને આત્મા બધામાં છે,,આને સત્ય સ્વરૂપ થઈને જાણીને આત્મસ્થ થઈને પ્રસન્નચીત્તે સ્વસ્થતા પૂર્વક હૃદયસ્થ થઈને જીવે જીવું એજ પરમાત્માને અંતરનો અહોભાવ વ્યક્ત કરવાનો એજ સાચી પૂજા છે,આવા સત્ય સ્વરુપ આત્મારૂપી પરમાત્માના આપણે સૌ પુત્રો ,પુત્રીઓ છીએ એટલે માનવની એ પવિત્ર ફરજ બને છે, કે સત્ય પ્રેમ અને કરુણા નો અંતરથી સ્વીકાર કરીને પ્રેમ અને મેત્રી સાથે સમાજમાં કોઈપણ જાતના, ઉચ, નીચ , જ્ઞાતિવાદના,કે ધર્મ વાદ વગેરેના તમામ પ્રકારના ભેદભાવ ભૂલીને નિસ્વાર્થ ભાવથી આત્માની સત્યતા ધારણ કરીને આત્મસ્થ થઈને તમામ પ્રાણી સાથે શુદ્ધ અંતરથી જોડાયેલા રહેવું તેનું નામ જ ધર્મ છે,આત્મા એકજ છે, જે સૌમા રહેલ છે,એટલે ભેદભાવ કરવાનો કોઈ સવાલ જ નથી,ભેદભાવને સ્થાન જ નથી ,કારણકે આત્માથી સૌ એકજ છીએ,કોઈ જુદાઈ નથી ,એટલે શરીર જુદા છે,એમાં રહેલો આત્મા એકજ છે, અને તે શાશ્વત છે, તે આપણે આત્મારૂપ છીએ, શરીર આપણે નથી તેતો ઉપરનું ખોખું છે.તેમાં કોઈ ચેતના નથી, ચેતના એ આપણે છીએ તેને જાણો અને તેમાં સ્થિર થાવ એજ ધર્મ છે,આપણી સ્વાર્થ વૃત્તિઓ આપણા મનને સંકુચિત બનાવી રહી છે, સકુચીતતા એ ધર્મ નથી,.પણ વિશાળતા સત્યતા અને અભયમાં સ્થિર થઈને જીવનમાં આચરણ કરવું એજ ધર્મ છે,જ્યાં વિશાળતા પૂર્વકનું આચરણ નથી, ત્યાં ધર્મની હાજરી જ નથી,આંવા સત્ય સ્વરૂપ ધર્મના આચરણ માટે આપણે પ્રથમ આપણી જાતને જાણવા પીછાણવા અને સમજવા.આત્મ મંથન કરવું જરૂરી બને છે, અને આત્મજ્ઞાનમાં સ્થિર થવાની જરૂર છે,આત્મ જ્ઞાનની પ્રાપ્તિ વિના આત્મા પરમાત્માને જાણ્યા વિના ધર્મનું આચરણ શક્ય જ નથી ,,એટલે કે આત્મ જ્ઞાન વિના ધર્મમાં સ્થિરતા શક્ય જ નથી,એટલે આત્મ જ્ઞાન વિના ધર્મ હોઈ શકે જ નહી, અને આત્મ જ્ઞાન બહાર કોઈ પાસેથી કે કોઈ શાસ્ત્રમાંથી મળે જ નહી, તે તો આત્મસ્થ થઈને હૃદયસ્થ થઈએ, ત્યારે જ અંદરથી પ્રાપ્ત થાય છે, તેજ જ્ઞાન છે અને જ્ઞાન એજ મુક્તિ દાતા છે,આત્મ જ્ઞાન વિના કુંભમાં કે ગંગામાં નાવથી પવિત્ર થવાય જ નહી, કે પાપ ધોવાય નહી, તેતો માણસની ધેલછા છે, અને બાવાઓની પાખંડતા છે, એમાં કોઈ પણ જાતનો તેમાં સત્યનો અંશ જ નથી,માત્રને માત્ર અજ્ઞાનતાનું મહા પ્રદર્શન જ છે,અને નર્યું ગાંડપણ છે,આપણા જીવનના તમામ દુઃખોનું ઉદભવ કેન્દ્ર આપણી જાતથી જુદા રહીએ છીએ તે છે,એટલે કે આત્મસ્થ થઈને જીવન જીવતા નથી ,આમ જીવન કેવળ માણવાનો વિષય નથી, પણ જાણવાનો વિષય છે, અને જાણીને તે પ્રમાણે વર્તન વ્યવહાર અને આચરણ કરવાનો વિષય છે, એમ સમજી જીવનનો પાયો મજબુત કરવા ધ્યાનની સાધનામાં ઉતરી તમારા પોતાના સ્વભાવને જાણો, અને સ્વભાવને જાણી આત્મસ્થ થઇ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી તમારી પોતાની પરમ ચેતનામાં જાગ્રૂતતા પૂર્વક સ્થિર થઈને આત્માના અવાજ પ્રમાણે તમામ કર્મો કરી જીવન જીવે જાવ તેજ ધર્મનું આચરણ છે, અને એજ સત્ય ધર્મ છે,અને તેજ પરમ શાંતિ દાયક છે,આજે આપણે તો માત્ર તંત્ર, મંત્ર, ચમત્કારો, દેવીશક્તિ જુદાજુદા અનુષ્ઠાનો યજ્ઞો, ક્રિયા કાડો,કર્મ કાંડો, વગેરેમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ,બાવાઓ હવામાં હાથ હલાવીને મગલ સૂત્ર કાઢી આપે, સ્વીજ ધડીયાલો કાઢી આપે તેવા ઢોગી અને છેતરપીંડી કરનારા બાવાઓને સાચા માનીએ છીએ, અને આવા ઢોગી બાવાઓને પગે લાગીએ છીએ, અને ફૂક મારીને રોગ મટાડી દે તેવા હવાઈ તુંક્કાઓને સ્વીકારીએ છીએ, આ આપણી માનસિક નબળાય છે,આવી આપણી મનો દશાને કારણે આપણી બુદ્ધિમાં, ,મહેનતમાં કે પુરુષાર્થમાં વિશ્વાસ રાખવાને બદલે ગ્રહો કુડલીઓ મંત્ર તંત્ર અને ચમત્કારોમાં વિશ્વાસ રાખતા થઇ ગયા છીએ, જેથી આપણે સત્ય સ્વરૂપ આત્મસ્થ થઈને પુરુષાર્થ કર્યા વિના બધું જ મેળવવા દોડીએ છીએ, અને આપણો આ બાવાઓ દ્વારા આપોઆપ ઉદ્ધાર થઇ જશે તેવું માનસ ધરાવીએ છીએ,અને ઉધ્ધારતો થતો નથી ઉલટાના બાવામાં ખર્ચાઈએ છીએ, તે નફામાં આપણે આજે અસત્યરુપ ,અંધવિશ્વાસુ, અંધશ્રધાળું, આત્મવિશ્વાસ અને,આત્મ શ્રધ્ધા વિનાના બનીને જીવીએ છીએ ને બાવાઓના કહેવા પ્રમાણે મારા ગ્રહો સુધરશે ત્યારે મારો આપોઆપ ઉધ્ધાર થઇ જશે,તેવી આશા અપેક્ષા અને તૃષ્ણામાં ગ્રહ સુધારવાની રાહમાં ને રાહમાં જિંદગી પૂરી કરીએ છીએ, અને બાવાની પગચંપી કરીએ છીએ ,આમ આળસુ એદી બની જીવન જીવીએ છીએ,અને આત્મ સ્વરુપ થઇ પુરુષાર્થથી દુર ભાગીયે છીએ,જગતમાં સત્ય સ્વરૂપ ધર્મ માત્રને માત્ર જીવનના પાયાના મુલ્યો શીખવે છે, જેમાં સત્ય , અહિંસા , કરુણા દયા,, પ્રેમ ,જુઠું બોલવું નહી અને જુઠું આચરણ કરવું નહી, ચોરી કરવી નહી ,,વગર મહેનતનું લેવા પ્રયત્ન કરવો જ નહી, અને સત્ય રુપ બની જીવનમાં પુરુષાર્થ કરવો, અને સત્ય સ્વરૂપ થઇ પુરુષાર્થ દ્વારા જ બધું જ પ્રાપ્ત થાય છે, તેવા આત્મ વિશ્વાસ અને આત્મ શ્રધ્ધા સાથે સાથે જીવન જીવવું આમ સદગુણ , સદભાવ અને સત ભાવ કેળવવો તેજ શાશ્વત ધર્મનો સિધ્ધાંત છે, આ સિધ્ધાંતો સત્ય ધર્મોએ સ્વીકારેલા જ છે, તેમાં કોઈને વાધો હોય શકે જ નહી,આવું આચરણ એજ સત્ય ધર્મ છે, દુનિયાના બધાજ ધર્મોએ અને પ્રજાએ આ સ્વીકારેલા છે,આજે ધર્મનું એક બીજું સાવ જ બનાવટી પાસું અસ્તિત્વ ધરાવે છે, જેમાં વિદ્ધિ વિધાનો, રૂઢિઓ ક્રિયા કાંડો,કર્મ ક્રિયાઓ,વ્રત કરવા, પથરાની મૂર્તિ ઉભી કરી તેમાં પ્રાણ છે, તેવું જુઠ ચલાવી પૂજા પાઠ કરવા, ધાર્મિક વિધ્ધિઓ લોકો પાસે કરાવવી, જુદા જુદા ધર્મ સ્થાનો ઉભા કરવા, તેમાં જુદી જુદી મૂર્તિઓ સ્થાપવી અને આના દ્વારા માણસમાં ચમત્કારો અને વહેમો પ્રસ્થાપિત કરી ,કરાવી ,તેનો લાભ મેળવવાની વૃતિ શરુ થઇ છે,આ રીતે લાભ અને લોભની વૃતિ પૂરી કરવાની આ બધી વિધિઓ ચાલી રહી છે, છે,જેમાં સત્ય ઓછું અને અસત્ય વધારે છે, આ માટે પુરાણોનો આશરો લેવામાં આવે છે, ,પુરાણો એ કોઈ ઈતિહાસ નથી, એટલે તેમાં જણાવેલી હકીકતો સત્ય હોય શકે જ નહી,અને સત્ય છે પણ નહી ,, આમ પૂરાણો એ માણસની કલ્પનાઓની રચનાઓ છે,, અને કલ્પનાઓમાં સત્ય ઓછું અને અસત્ય વધારે જ હોવાનું તે સ્વાભાવિક છે, અને સમજી શકાય તેવી હકીકત છે, ,પણ આજના બાવાઓ અને કથાકારો પુરાણોના અસત્યને સત્ય માનીને ચાલે છે, ત્યાજ બધી મોકાણ છે, બાવાઓ કે કથાકારો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ વ્યવહાર કે આચરણ કરતા જ નથી, આત્મ જ્ઞાન જ સત્યનું વહન કરે છે, તેમાંજ સત્ય છુપાયેલું હોય છે,. તે જ સત્ય હોય છે, તેમાતો કોઈને સ્થિર થવું જ નથી, ને જે સાવજ અસત્ય છે, કલ્પનાઓ છે તેને સત્ય વળગીને ચાલવું છે,. જેથી બધી જ મુશ્કેલીઓ છે,માણસ આત્મા પરમાત્મામાં માને શુદ્ધ મન અને બુધ્ધિ કરી અંત કરણ પૂર્વક સદબુદ્ધિ અને સત બુદ્ધિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરે તેમાં કોઈ ને વાધો હોય શકે જ નહી, પણ પ્રાર્થના અને પૂજા કરીને માણસ બેઠો રહે, અને પોતા પર પરમાત્મા દ્વારા ચમત્કાર થશે, અને પોતાનો ઉધ્ધાર થશે, તેવી આશા અપેક્ષા રાખે તો તેનો કદી પણ ઉધ્ધાર થવાનો જ નથી ,જે માણસ પોતાની બુદ્ધિ,મન અને પોતાની શારીરિક માનસિક તાકાતનો સત્ય સ્વરૂપ થઈને પૂરો ઉપયોગ પોતાના પુરુષાર્થ દ્વારા ન કરે તો કોઈ દેવી શક્તિ તેનો ઉદ્ધાર કરી દેવાની નથી, એટલું માણસે સ્પષ્ટ સમજી લેવા જેવું છે,જાણી લેવા જેવું છે, જો આ બધી ક્રિયા કાડો અને કર્મ કાંડો થી સમૃદ્ધિ મળતી હોત તો આજે આ જગતમાં જે ભૂખમરો છે, તે હોત જ નહી,,અને ભૂખ મરાથી માણસો મારતા હોત નહી,આપણે સમજ પૂર્વક ચમત્કાર,રુપ ભૂત પ્રેત,પુનર્જન્મ ,સ્વર્ગ નર્ક મંત્ર તંત્ર જેવા અર્થ હીન ક્રિયા કાંડો માંથી બહાર નીકળી ને આજની આધુનિક ટેકનોલોજી અપનાવીશું નહી, અને જીવનના પાયાના વ્યવહારોમાં સત્યતા અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનું બુદ્ધિવાદી વલણ અપનાવશું નહી, ત્યાં સુધી આપણે પ્રારબ્ધ વાદી, અકર્મહ્યવાદી, બાવાઓ પર મિટ માંડી પ્રમાદી જ બની રહેવાના એટલે આજે તો આ બાવાઓ અને કથાકારોના ઝાળામાંથી બહાર નીકળવાની જરૂર છે, આપણે ભૂલવું ન જોઈએ કે અત્યારે જે સુખ સગવડો ભોગવીએ છીએ તે વિજ્ઞાનની શોધ ખોળો નો જ હાથ છે, આ બધું જ પ્રજાના પુરુષાર્થનું જ પરિણામ છે,કોઈ દેવ દેવીઓના કે બાવાના આશીર્વાદનું કે કથાકારના પ્રયાસોનું પરિણામ નથી, એટલું જાણો અને સંમજો.જે માણસ પોતાની જાતને જાણે છે ,સમજે છે, તેમાં સ્થિર થાય છે, તે પોતાની આસક્તિ મોહ મમતા અહંકાર રાગદ્વેષ તૃષ્ણા આશા અપેક્ષા વગેરેનો ગુલામ બનતો નથી, તે બરાબર સમજે છે કે આસક્તિ મોહ મમતા વગેરેતો જીવનમાં અસંતોષના વમળો જ સર્જે છે, અને દુખ અને ચિંતા જ પ્રદાન કરે છે,જેથી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન જીવે છે, ,આમ આત્મા જેવો બીજો કોઈ સત્ય સ્વરૂપ રાહબર આ દુનિયામાં બીજો નથી, જીવનમાં પવિત્રતા અને સત્યતા જેવી કોઈ મોક્ષ દાયક શક્તિ નથી.

Related posts

MORNING TWEET

aapnugujarat

કુંવરજી ભાજપનાં એસેટ બની રહેશે કે …..

aapnugujarat

માંસાહારી કરતા શાકાહારીઓને હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે : અભ્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1