Aapnu Gujarat
મનોરંજન

નિક જોનસને ડેટ કરવા માંગે છે ભૂમિ પેડનેકર

કરન જોહરના ચેટ શો કોફિ વિથ કરન-૬માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન બન્નેએ પોતાના વ્યક્તિગત જીવન ઉપરાંત પોતાની ફિલ્મી કારકિર્દી વિશે પણ વાત કરી હતી. શોમાં બન્ને સ્ટાર પોત પોતાના ક્રશ અને ડેટ વિશે કરણ જોહરને જણાવ્યું હતું. કરન જોહરે રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તે કઇ અભિનેત્રીને ડેટ કરવાની ઇચ્છા રાખે છે? જેના જવાબમાં રાજકુમારે જણાવ્યું હતું કે તે દીપિકા પાદુકોણને ડેટ કરવા ઇચ્છે, જો તે સિંગલ હોત.
જ્યારે કરને ભૂમિને પૂછ્યું કે તેને કોઇ અભિનેત્રીના પતિ અથવા બોયફ્રેન્ડને ડેટ કરવાનો મોકો મળે તો તું કોને પસંદ કરીશ? જેના જવાબમાં ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસને ડેટ કરવા ઇચ્છે. તે ખરેખર શાનદાર છે. તેના ગીત સાંભળીને હું મોટી થઇ છું. તે ખૂબ જ ક્યુટ છે.

Related posts

એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન

editor

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ફાયદો થયો છે : સોનાક્ષી

aapnugujarat

સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ લિસ્ટમાં અક્ષય કુમાર ૧૦૦ કરોડ વેલ્યુ સાથે પહેલા નંબરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1