આર્થિક સલાહકાર અરવિંદ પનગારિયાએ આજે કહ્યું હતું કે, ભારતનો આર્થિક વિકાસદર માર્ચ ૨૦૧૮ સુધી ૭.૫ ટકા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, સરકાર આગામી બે વર્ષ દરમિયાન આઠ ટકાના વિકાસદરને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. ભારતીય અર્થતંત્ર માટે ભાવિ આગાહીના સંદર્ભમાં વાત કરતા અરવિંદ પેનાગરિયાએ કહ્યું હતું કે, વર્તમાન સરકારની હાજરીમાં ઘણી બધી બાબતો થઇ રહી છે. ફુગાવો ઘટીને ૩ ટકાની આસપાસ પહોંચી ગયો છે. વર્તમાન ખાતાકીય ખાદ એક ટકા સુધી નીચે પહોંચી ગઈ છે. વિકાસ દર પુનઃ સ્થાપિત થયો છે. સુધારાના સંદર્ભમાં જીએસટી સૌથી મોટા સુધારા તરીકે હવે અમલી બનવામાં આવનાર છે. આનાથી દેશની Âસ્થતિમાં સુધારો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એમપીએ ઉપર સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આગામી થોડાક મહિનામાં આ સમસ્યાનો નિકાલ પણ લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદેશ્ય હેઠળ અમે ખેડૂતોની આવકને બે ગણી કરવા કૃષિ માર્કેટિંગ સુધારા પણ લાવવાની તૈયારીમાં છે. ભારતનો વાર્ષિક આર્થિક વિકાસદર હાલમાં જાન્યુઆરી માર્ચના ત્રિમાસિક ગાળામાં ઘટીને ૬.૧ ટકા થયો હતો જે બે વર્ષમાં સૌથી નીચો દર છે.