Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં વ્યા૫મ કૌભાંડની તપાસ કરતા સીબીઆઈના ૨૦ અધિકારીઓની સામુહિક બદલી

મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈના ૨૦ અધિકારીઓની બદલી એક દિવસમાં કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓની બદલી સીબીઆઈની દિલ્હીમાં આવેલી બ્રાંચમાં કરવામાં આવી છે. વ્યાપમ કૌભાંડ મામલે ૨૦૧૬ માં સીબીઆઈ દ્વારા ડીઆઈજી, એએપી, ડીએસપી અને ઈન્સપેક્ટર સહિત ૧૦૦ જેટલા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં. ત્યારે વ્યાપમ મામલે તપાસ કરી રહેલા ૭૦ ટકા અધિકારીઓની છેલ્લા ૬ મહિનામાં બદલી કરવામાં આવી છે.તો બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે કોંગ્રેસે વ્યાપમ મામલે તપાસ કરવા સીબીઆઈની માગ કરવામાં આવી હતી. જોકે કૌભાંડમાં સંડોવાયેલા લોકોને બચાવવા માટે સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. જેથી આ હવે તપાસને બંધ કરી દેવી જોઈએ. ૧૩ જુલાઈ, ૨૦૧૫માં સીબીઆઈએ વ્યાપમની તપાસ શરૂ કરી હતી. જેના માટે ૪૦ લોકોની ટીમ બનાવવામાં આવી હતી. જોકે અધિકારીઓની બદલીના કારણે હવે વ્યાપમની તપાસમાં અનેક અડચણો પણ આવી શકે છે.

Related posts

પોસ્ટરો વોર અંગે કુમાર વિશ્વાસે કહ્યું યજ્ઞ છે તો રાક્ષસો આવશે જ

aapnugujarat

એએપી સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસમાં દુવિધા

aapnugujarat

हाथरस सामूहिक दुष्कर्म मामले में राहुल गांधी बोले, परिवार से अंतिम संस्कार का हक भी छीन लिया

editor

Leave a Comment

UA-96247877-1