Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એરસેલ – મેક્સિસ ડીલ : કાવતરામાં ચિદમ્બરમ સામેલ રહ્યાં છે : ઇડીનો કોર્ટમાં દાવો

એરસેલ-મેક્સિસ ડીલમાં નિયમોના ભંગ અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ પર ગંભીર પ્રકારના આરોપો મુક્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ઇડીએ આક્ષેપ કર્યો છે કે એરસેલ-મેક્સિસને એફઆઇપીબી પાસેથી મંજુરી અપાવવાના મામલે પી. ચિદમ્બરમ પણ સામેલ હતા. ઇડીએ કહ્યુ છે કે કાવતરા હેઠળ તથ્યોને છુપાવવામાં આવ્યા હતા. મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતીની પાસે ન મોકલવુ પડે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલય દ્વારા જ મંજુરી આપી દેવામાં આવી હતી. એફઆઇઆરમાં ઇડીએ એફઆઇપીબીના તત્કાલીન સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અનેંડર સેક્રેટરી સહિત કેટલાક મોટા અધિકારીઓની સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓ કાવતરામાં સામેલ હોવાનો દાવો ઇડી દ્વારા કરવામાં આવ્યો છે.એકબાજુ આઇએનએક્સ મીડિયા કેસમાં લાંચ લેવાના મામલે આરોપી રહેલા કાર્તિ ચિદમ્બરમને મોટો ફટકો પડી ચુક્યો છે. કારણ કે કોર્ટે તેમની કસ્ટડીને વધુ ત્રણ દિવસ માટે વધારી દીધી છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટમાં કાર્તિના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે જ સુપ્રીમ કોર્ટમાં પણ કાર્તિના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઇપણ રાહત કાર્તિને મળી નથી.
કાર્તિ ચિદમ્બરમ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી સીબીઆઈની કસ્ટડીમાં છે. પહેલી માર્ચના દિવસે ખાસ સીબીઆઈ કોર્ટના જજ સુનિલ રાણાએ પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. કાર્તિ ચિદમ્બરમે ૧.૮ કરોડ રૂપિયા એક પ્રભાવશાળી રાજકીય હસ્તીના બેંક ખાતામાં જમા કર્યા હતા.

Related posts

ટેરર ફંડિંગ ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદની કડક પુછપરછ

aapnugujarat

जो किसानों के आड़े आएगा, उसे शिवसैनिक सीधा करेंगे

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ ખેલ બગાડી શકે છે તેવી કોંગ્રેસને ચિંતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1