કેન્દ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા આજે કટ્ટરપંથી અલગતાવાદી લીડર સઇદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદ શાહની આકરી પુછપરછ કરવામાં આવી હતી.
અલ્તાફ અહેમદ શાહ સામાન્યરીતે અલ્તાફ ફંટુસ તરીકે જાણીતા રહ્યા છે. કાશ્મીરમાં ભાંગફોડી પ્રવૃત્તિ અને ટેરર ફંન્ડિંગના મામલામાં ચાલી રહેલી તપાસના ભાગરુપે ફંટુસની પુછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓની એક ટીમ દ્વારા શાહની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. એનઆઈએની ઓફિસ ઉપર પહોંચી ગયા બાદ કલાકો સુધી તેમની પુછપરછ થઇ હતી. એનઆઈએ દ્વારા હાલમાં જ અલગતાવાદી લીડરોની પુછપરછ થઇ ચુકી છે. શાહના શ્રીનગર આવાસથી દરોડા દરમિયાન શંકાસ્પદ સામગ્રી અને દસ્તાવેજો મળી આવ્યા છે. ત્રીજી જૂનના દિવસે ૨૬ સ્થળો અને ચોથી જૂનના દિવસે સાત સ્થળો ઉપર દરોડા પડાયા હતા.