Aapnu Gujarat
Uncategorized

મુંબઇ લોકલ ચલાવવામાં ત્રણ વર્ષમાં જંગી નુકસાન

કેન્દ્રિય બજેટમાં ઉપનગરીય મુંબઇ રેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકારે આજે સંસદમાં માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ મુંબઇમાં લોકલ ટ્રેન ચલાવવા પાછળ ૪૦૦૦ કરોડનુ નુકસાન થયુ છે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રેલવે રાજ્ય પ્રધાન રાઇન ગોહેને કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૪-૨૦૧૭ બાદથી રેલવેને મુંબઇમાં ઉપનગરીય રેલવે નેટવર્કને ચલાવવા પાછળ ૪૨૮૦.૫૦ કરોડનુ જંગી નુકસાન થયુ છે. તેમણે કહ્યુ હતુ કમુંબઇના મેટ્રોપોલિટન વિસ્તારોમાં લોકલ ટ્રેન સર્વિસ ચલાવવા પાછળ જંગી નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ ભારે નુકસાન થઇ ગયુ છે. એકબાજુ કુલ કમાણી ૫૨૦૬.૧૬ કરોડની થઇ છે. બીજી બાજુ ખર્ચનો આંકડો ૯૪૮૬.૬૬ કરોડનો રહ્યો છે. આ રીતે નુકસાનનો આંકડો ૪૨૮૦.૫૦ કરોડનો રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે બજેટમાં જંગી ફાળવણી કરવામાં આવી હોવા છતાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. બજેટ ૨૦૧૮માં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મુંબઇ ઉપનગરીય રેલવે નેટવર્કના વિસ્તૃરણની જાહેરકાત કરી હતી. ૧૧૦૦૦ કરોડના જંગી ખર્ચથી નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર ટુંક સમયમાં જ શેહરના રેલવે નેટવર્ક માટે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની વધારેની ફાળવણી કરવા માટે ઇચ્છુક છે. મુંબઇમાં ઉપનગરીય રેલવે ૨૩૪૨ ટ્રેનો ઓપરેટ કરે છે. દરરોજ મુંબઇની લોકલ ટ્રેનમાં કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. પ્રથમ વખત મુંબઇના લોકલ ટ્રેન નેટવર્કને મોટા પાયે વિસ્તૃત કરવાની તૈયારી કરવામાં આવી છે.

Related posts

ગઢડા ગોપીનાથ મંદિરમાં મારામારી

aapnugujarat

સોમનાથ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

૪ મહિનામાં ૩.૭૭ લાખ લીટર દારૂ સુરતીઓ પી ગયા

editor

Leave a Comment

UA-96247877-1