Aapnu Gujarat
રમતગમત

ડર્બન ટેસ્ટ મેચમાં આફ્રિકા પર ઓસ્ટ્રેલિયાની ૧૧૮ રને જીત

ડર્બન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા પર ૧૧૮ રને જીત મેળવીને ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. આ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ કરતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં શાનદાર દેખાવ કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ ૩૫૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૧૬૨ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં ૨૨૭ રનમાં ઓલઆઉટ થઇ હતી. ત્યારબાદ જીતવા માટેના ૪૧૭ રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં ૨૯૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. આફ્રિકા તરફથી મારક્રમે સૌથી વધુ ૧૪૩ રન ફટકાર્યા હતા પરંતુ ટોપ ઓર્ડરના અન્ય બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા જેમાં અમલા આઠ અને ડિવિલિયર્સ શૂન્ય રન કરીને આઉટ થયા હતા. છેલ્લે ડીકોકે બાજી રાખી હતી અને લડાયક બેટિંગ કરીને ૮૩ રન બનાવ્યા હતા. ડીકોકની વિકેટ દક્ષિણ આફ્રિકા તરફથી છેલ્લી વિકેટ પડી હતી. આફ્રિકાની ટીમ ૨૯૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ ૧૧૮ રને જીતી લીધી હતી. ચાર ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્મય કર્યો હતો. મેન ઓફ દ મેચ તરીકે ઝડપી બોલર સ્ટાર્કની પસંદગી કરવામાં આવી હતી.
સ્ટાર્કે બંને ઇનિંગ્સમાં ઉલ્લેખનીય બોલિંગ કરીહતી. બીજા દાવમાં સ્ટાર્કે ૭૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં જ દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે ભારત સામે ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી પરંતુ પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ ટેસ્ટમાં જ કારમી હાર થઇ ગઈ છે.

Related posts

જેસન હોલ્ડર ખભાની ઇજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસથી બહાર

aapnugujarat

सहवाग ने मुझे हताश कर दिया था : आर अश्विन

aapnugujarat

रोनाल्डो के वकीलों ने यौन उत्पीड़न मामले में पैसे देने की बात कबूली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1