Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦ લાખ કરોડમાં હાઈસ્પીડ ટ્રેન કોરિડોર બનાવવા તૈયારી

ભારતીય રેલવે દેશના મુખ્ય શહેરોને કનેક્ટ કરવા માટે એક હાઇ સ્પીડ ટ્રેન કોરિડોર બનાવવા માટેની યોજનાની ટુંક સમયમાં જ જાહેરાત કરી શકે છે. આના નિર્માણ પર ૧૦ લાખ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થનાર છે. સરકારના ભારતમાળા હાઇવેઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જેમ જ આ કોરિડોર બનાવવામાં આવનાર છે. આ કોરિડોરની લંબાઇ ૧૦૦૦૦ કિલોમીટરની આસપાસ રહે તેવી શક્યતા છે. રેલવે મંત્રાલયના એક ટોપના અધિકારીએ કહ્યુ છે કે યોજનાની જાહેરાત એપ્રિલ મહિનામાં કરવામાં આવનાર છે. એવા રૂટની પણ જાહેરાત કરવામાં આવનાર છે જેને કનેક્ટ કરવામાં આવનાર છે. પ્રોગ્રામ હેઠળ ફંડિગ કઇ રીતે કરવામાં આવનાર છે તેની માહિતી પણ આપવામાં આવનાર છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે નવી રેલવે લાઇન પર ટ્રેનો ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવવામાં આવનાર છે. આ લાઇન કે તો વર્તમાન અથવા તો આવનાર દિવસોમાં બનનાર રાષ્ટ્રીય રાજમાર્ગોના ઉપરથી થઇને પ્રસાર થનાર છે. હાલની રેલવે લાઇનની નજીક પડેલી રેલવેની જમીન પર તેને બનાવવામાં આવનાર છે. રેલવે આ પ્રોજેક્ટ માટે મોટા ટેન્ડર બહાર પાડનાર છે. જેમાં તમામ મોટી કંપનીઓને આમંત્રણ આપવામાં આવનાર છે. આ પગલુ નિર્માણનો ખર્ચ ઓછો રાખવાના હેતુથી લેવામાં આવનાર છે.સરકારે સિંગલ પિલર્સ પર ડબલ લાઇન બનાવવા માટેની મોટી યોજના તૈયાર કરી છે. જેથી નિર્માણ ખર્ચ ૨૦૦ કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરથી ઘટીને ૧૦૦ કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટર થઇ શકે છે. રેલવે દ્વારા યાત્રીઓને વિશ્વ સ્તરની ઝડપી સુવિધા આપવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત લાઇટવેટ એલ્યુમિનિમ કોચ આ લાઈનોને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવશે. આ રેલવે લાઈન પર ટ્રેનો વિજળીથી દોડાવવામાં આવશે. ફન્ડિંગ માટે આ બાબતની શક્યતા છે કે, ફાઈનાન્સિયલ સંસ્થાઓ અને મલ્ટીલેટરલ એજન્સીઓ પાસેથી ફંડ લેવામાં આવશે. સાથે સાથે રેલવે પોતાની જમીન બેંકથી પણ પૈસાની વ્યવસ્થા કરશે. આવા પ્રોજેક્ટના ઓપરેશનલ નફા વધારે છે. કારણ કે રેવેન્યુ સ્ટેશનોના કોમર્શિયલ ઉપયોગ જેમ કે, નોનફેયર વિકલ્પો પણ ચકાસવામાં આવશે. રેલવે પ્રધાન પીયુષ ગોયેલે કહ્યું છે કે, આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સરકાર હાલમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૩૪ કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં વ્યસ્ત છે. આના પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધી પૂર્ણ કરવામાં આવનાર છે. દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા, બેંગ્લોર-ચેન્નાઈ જેવા બીજા કોરિડોર માટે પણ ફિઝિબિલીટી અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે.

Related posts

મંદસોરમાં વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે ડીએમ-એસપી દૂર કરાયા

aapnugujarat

पशुवध नियम में बदलाव के सुझाव पर विचार कर रहा है केन्द्र

aapnugujarat

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરી

editor

Leave a Comment

UA-96247877-1