Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મંદસોરમાં વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે ડીએમ-એસપી દૂર કરાયા

મધ્યપ્રદેશના મંદસોરમાં વિસ્ફોટક પરીસ્થિતિ વચ્ચે અંજપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. મંદસોર અને આસપના વિસ્તારોમાં હિંસાના છુટાછવાયા બનાવો જારી રહ્યા છે. બીજી બાજુ મધ્યપ્રદેશ સરકાર ખેડૂત આંદોલનના બેકાબૂ થયા બાદફરી એકવાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે આજે મંદસોરના ડીએમ સ્વતંત્રકુમાર સિંહ અને એસબી ઓપી ત્રિપાઠીને દૂર કરી દીધા હતા. બીજા બાજુ રતલામ નિમચના ડીએમ પણ બદલી દેવામાં આવ્યા છે. ખેડૂત આંદોલનના કેન્દ્ર રહેલા મંદસોરમાં ઓમ પ્રકાશ શ્રીવાસ્તવને નવા ડીએમ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ શાંતિ જાળવી રાખવાની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે અપીલ કરી છે.હિંસાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સુધારવા વધારાના પોલીસ ફોર્સ મોકલી દેવામાં આવ્યા છે. આંદોલના કેન્દ્ર સમાન બની ગયેલા મંદસૌરમાં ઓમપ્રકાશ શ્રીવાસ્તવને નવા ડીએમ તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિડિયો સંદેશો જારી કરીને ખેડૂતોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજી બાજુ એમપીના સાજાપુરમાં આગની ઘટનાઓ અને પથ્થરમારાની ઘટનામાં એસડીએમ ઘાયલ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે. ચૌહાણે વિડિયો સંદેશો જારી કરીને ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. શિવરાજસિંહનું કહેવું છે કે, સરકાર ઉજ્જૈન, ઇન્દોર અને મંદસોર બાદ સાજાપુરમાં પણ આઠ રૂપિયા પ્રતિકિલોના દરેથી ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે શાંતિ જાળવવા ખેડૂતોને અપીલ કરી છે.
ખેડૂતો સાથે કોઇ કિંમતે વિશ્વાસઘાત કરવામાં આવશે નહીં. સરકારને ટેકો આપવાની અપીલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પહેલાથી જ મંદસોરમાં અર્ધલશ્કરી દળોની વધારાની પાંચ બટાલિયનો મોકલી દેવામાં આવી છે. સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સની આ પાંચ બટાલિયનો પહોંચી ચુકી છે. રાજ્ય સરકાર દ્વારા વધારાના ફોર્સની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ સ્થિતિ સુધારવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. દરમિયાન ખેડુત આંદોલનના લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. કેન્દ્ર સરકાર પણ મંદસૌરની ઘટના પર બાજ નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે કેબિનેટના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ફાયરિંગને લઇને બેઠક કરવામાં આવી હતી. મંદસૌરમાં મંગળવારના દિવસે પોલીસ ગોળીબારમાં પાંચ ખેડુતોના મોત થયા હતા. આ ઘટના બાદ ખેડતો આંદોલન પર ઉતરી ગયા હતા. દેખાવકારોએ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. ગરીબો અને ખેડુતોને લઇને મોદી સરકાર પર પ્રહારો કરી રહેલા કોંગ્રેસના નેતાઓ પાસે હવે નવા હથિયારો આવી ગયા છે. મંદસૌરના મુદ્દાને જોરદાર રીતે ચગાવવાની તૈયારી કોંગ્રેસે કરી છે. તમામ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મજબુત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

Related posts

૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં ભાજપની મત હિસ્સેદારીમાં વધારો નોંધાયો

aapnugujarat

मोदी के मंच पर नारेबाजी से नाराज ममता, बोलीं – बुलाकर बेइज्जत करना ठीक नहीं

editor

શેરબજારમાં કડાકો : સેંસેક્સ ૨૪૦ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1