Aapnu Gujarat
રમતગમત

જેસન હોલ્ડર ખભાની ઇજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસથી બહાર

વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમના કપ્તાન જેસન હોલ્ડર ખભાની ઇજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસથી બહાર થઇ ગયો છે, હોલ્ડરને આ ઇજા હાલનાં સમયમાં ભારત પ્રવાસ દરમિયાન થઇ હતી અને હવે તેને આ ઇજાથી ઉભરવામાં ચાર અઠવાડિયાનો સમય લાગશે.
વેસ્ટઇન્ડિઝ બાંગ્લાદેશ પ્રવાસ પર બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ રમવાની છે. મેહમાન ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર ૨૨ નવેમ્બરે ટી-૨૦ મેચની પ્રથમ મેચ રમશે,વેસ્ટઇન્ડિઝ ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) જોની ગ્રેવે કહ્યુ,હોલ્ડર હવે ફિજિયોથેરાપીની દેખરેખમાં રહેશે અને આ દરમિયાન તે (ચાર અઠવાડિયા સુધી) તે રિહેબિલિટેશન કરશે.
હોલ્ડરે કહ્યું,બાંગ્લાદેશ પ્રવાસ પર જનાર ટીમનો ભાગ નહી બનવાથી ખુબ જ નિરાશ છું પરંતુ મેડિકલ ટીમ તરફથી આપવામાં આવેલી સલાહ મુંજબ મને લાગ્યું કે, ખભાની ઇજાથી ઉભરવામાં આ યોગ્ય સમય છે.
મેડિકલ ટીમે આ નિર્ણય આ માટે લીધો કારણ કે, જો જેસન બાંગ્લાદેશમાં બોલિંગ કરતા તો તેની સર્જરીની આવશ્યક્તા પડતી અને લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેવું પડતું માટે તેમને આ સમયથી દૂર રહી બારબાડોસમાં ફિજિયોથેરાપી અને સ્ટ્રેંથ વર્ક કરવું પડશે.
વિન્ડિઝને બાંગ્લાદેશમાં ૨૨ નવેમ્બરથી બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમવી પડશે. ક્રૈગ બૈથવેટની તેની ઉનુપસ્થિતિમાં ટેસ્ટ ટીમની કમાન સંભાળવાની આશા છે. હોલ્ડરનું નહી રમતા વિન્ડિઝ ટીમ માટે કરારો ઝટકો હશે કારણ કે કૈરેબિયાઇ ટીમ લાંબા ફોર્મેટમાં પોતાની શાખ બચાવવાની કોશિશમાં છે.

Related posts

BCCI टीम के कार्यभार सम्भालते ही COA काम बंद कर देगा : SC

aapnugujarat

धोनी और गिलक्रिस्ट को पछाड़ अकमल बने ‘एशियाई किंग’

aapnugujarat

बीसीसीआई ने धोनी को पह्म भूषण के लिए नामांकित किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1