Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભાજપના મળતીયાઓ દ્વારા કરોડોની છેતરપીંડી થાય છે : અમિત ચાવડા

અમદાવાદમાં ઠગ દંપતિ દ્વારા આચરવામાં આવેલા ૨૬૦ કરોડના કૌભાંડની ન્યાયિક અને તટસ્થ તપાસની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે શાહ દંપતિ ૨૬૦ કરોડ લઇને ફરાર થઇ ગયું છે. પરંતુ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહેલું ગૃહ વિભાગ ફક્ત દેખાડા પૂરતી તપાસનું નાટક કરી રહ્યું છે.
અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપના મળતીયાઓ દ્વારા હેઠળ કરોડોની છેતરપીંડી પોન્ઝી સ્કીમમાં થાય છે. આવી છેતરપિંડીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતના દરેક નાના-મોટા શહેરમાં પોન્ઝી સ્કીમો ચાલી રહી છે. અને જે લોકો આ સ્કીમો ચલાવી રહ્યા છે તેમના ફોટો ભાજપાના કદાવર નેતાઓ સાથે જોવા મળે છે.આથી શાહ દંપતીને ૨૬૦ કરોડ લુંટવાનો પરવાનો કોને આપ્યો. તેમને કોણ રાજકીય આશ્રય આપી રહ્યું છે. તેમજ તેને ભગાડવામાં કોણે મદદ કરી તેની કડક તપાસ થવી જોઇએ તેવી માંગણી અમિત ચાવડાએ કરી છે.જમીન વિકાસ નિગમને તાળા મારવાનું સરકારે નક્કી કરતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ કે, ભાજપ અને તેના મળતીયાઓ દ્વારા નિગમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા માનિતાઓને છાવરવામાં આવી રહ્યા છે. સરકારે નિગમને તાળા મારવાના બદલે ભ્રષ્ટાચાર આચરનારને જેલમાં નાખવા જોઇએ. પરંતુ આમ કરવાને બદલે નિગમને બંધ કરવાનો નીર્ણય કરાયો છે.
નિગમ બંધ કરવાથી સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઇ જશે. આ ઉપરાંત જમીનનો નવ સાધ્ય વિકાસ જેવો લાભ ગુજરાતની જનતાને મળશે નહી. સરકારના નિગમને તાળા મારવાના નિર્ણય એ વાતની સાબીત થાય છે. નિગમમાં કરોડોનો ભ્રષ્ટ્રાચાર થયો છે જેનો સરકાર સ્વિકારે કર્યો છે.

Related posts

લોકરક્ષક દળના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો

aapnugujarat

મહિલાઓને ટિકિટ આપવા મુદ્દે ભાજપ-કોંગ્રેસ ઉદાસીન

aapnugujarat

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે

editor

Leave a Comment

UA-96247877-1