Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી ઉપર અંતે બ્રેક : ફરી ૩૩૦ પોઇન્ટ અપ

શેરબજારમાં છેલ્લા સાત સેશનથી ચાલી રહેલી જોરદાર મંદીનો અંત આવતા કારોબારીઓ અને રોકાણકારોને અંતે રાહત થઇ હતી. છેલ્લા સાત કારોબારી સેશનમાં ટોપની મહાકાય કંપનીઓને ભારે નુકસાન થઇ ચુક્યુ છે. આજે રિક્વરી રહેતા કારોબારના અંતે સેંસેક્સ ૩૩૦ પોઇન્ટ રિક્વર થઇને ૩૪૪૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટ ૧૦૦ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૫૭૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટીમાં સુધારો થતા હવે ફરી રિક્વરી થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઇન્ફોસીસમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સન ફાર્મા, ડોક્ટર રેડ્ડી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક એને એચડીએફસીમાં ૧.૫ અને ૬.૧ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં જ રિક્વરી શરૂ થતા કારોબારી ખુશ દેખાયા હતા.ગઇકાલે બુધવારના દિવસે પણ કારોબારના અંતે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઘટીને ૩૪૦૮૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૭ની સપાટી પર રહ્યો હતો. બજેટ બાદ શેરબજારમાં અવિરત મંદી જોવા મળી રહી હતી. સેંસેક્સમાં છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૧૮૮૨ પોઇન્ટનો મોટો કડાકો બોલાયા બાદ આજે ગુરૂવારે રિક્વરી જોવા મળી હતી. મંગળવારના દિવસે ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં શરૂઆતી કારોબારમાં જ ૧૨૭૪ પોઇન્ટ ઘટી ગયા બાદ કારોબારના અંતે ઘણી રિકવરી થઇ હોવા છતાં સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવ હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આરબીઆઈની એમપીસીની બેઠક બુધવારે શરૂ થઇ હતી. ગુરૂવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જારી કરવામાં આવ્યા હતા.રિટેલ ફુગાવો આરબીઆઈમાં કમ્ફોર્ટ લેવલને પાર કરીને ડિસેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં વધારાના પરિણામ સ્વરુપે ૫.૨૫ ટકાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ સીપીઆઈ ઉપર આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ૪.૮૮ ટકા અને ડિસેમ્બર ૨૦૧૫માં ૩.૪૧ ટકા હતો. નવી ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી.શેરબજારમાં સક્રિય થયેલા કારોબારી હાલમાં ભારે હેરાન થયેલા છે. કારણ કે તેમના નાણાં ડુબી રહ્યા છે. આગામી કેટલાક દિવસ સુધી કારોબારી હાલમાં સાવધાની રાખે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હવે શેરબજાર સાથે સાથે જોડાયેલા કારોબારી ફરી આશાસ્પદ દેખાયા છે.

 

Related posts

રેલ્વેએ ૪૦૦ સ્ટેશનના વિકાસની જવાબદારી આઇઆરએસડીસીને સોંપી

aapnugujarat

ચૂંટણી વખતે મોદી ’ચાયવાલા’ બની જાય છે, પછી મોદી ’રાફેલવાલા’ બને છે : મમતા બેનર્જી

aapnugujarat

GSTના ભારણથી પેઈન્ટ્‌સના ઉદ્યોગ પર સંકટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1