Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેલ્વેએ ૪૦૦ સ્ટેશનના વિકાસની જવાબદારી આઇઆરએસડીસીને સોંપી

ભારતીય રેલ્વે દ્વારા અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેશન રીડેવલપમેન્ટને અમલી બનાવવા માટે સંયુકત સાહસ કંપની ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (આઇઆરએસડીસી) ની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર ૪૦૦ રેલ્વે સ્ટેશનનુ રંગરોગાન કરીને આધુનિક સુવિધાથી સજજ બનાવવામાં આવશે.એક લાખ રેલ્વે સ્ટેશનની સુધારણાની યોજ્ના હેઠળ તંત્ર દ્વારા ૨૭૦૦ એકર જમીનમાં ૪૦૦ રેલ્વે સ્ટેશનનાં પુનઃ વિકાસની યોજના હાલમા હાથા ધરી છે.
રેલવે મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર રેલવે બોર્ડે આઇઆરએસડીસી, આઇઆરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ અને રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) ની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.રેલ્વે બોર્ડના સચિવ, સ્ટેશન પુનઃવિકાસના સલાહકાર અને સ્ટેશન રિ-ડેવલપમેન્ટના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સહિતના સભ્યોની કમિટીએ નવેમ્બરમાં તેના અહેવાલ રજુ કર્યા હતા. અહેવાલમાં સમિતિ દ્વારા કહેવામા આવ્યુ હતુ કે આઇબીએસડીસીની મોડલ પ્રોજેક્ટ જેવા કે હબીબગંજ, ગાંધીનગર અને સુરતમાં નોંધપાત્ર પરિણામોને કેંદ્રમાં રાખીને સ્ટેશન પુનઃ વિકાસના સરળ અને ઝડપી અમલીકરણ આઇઆરએસડીસીની નિમણૂક કરવી જોઇએ.

Related posts

એસબીઆઈ ઇકોરૈપનો ખુલાસો ભારતને આવનારા 2 વર્ષમાં ઉત્પાદન મક 438 અબજનું નુકસાન થઈ શકે છે

editor

હવે આરબીઆઇ વ્યાજ દરમાં ૦.૨૫ ટકા સુધી ઘટાડો કરશે

aapnugujarat

ઇરાકમાં લાપત્તા ૩૯ ભારતીય લોકોના મોત થઇ ચુક્યા : સુષ્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1