Aapnu Gujarat
મનોરંજન

કૃતિ ખરબંદા આ વર્ષે અનેક નવી ફિલ્મમાં રહેશે

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા વર્ષ ૨૦૧૮માં સૌથી વ્યસ્ત અન્િોત્રી તરીકે રહેનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ તે આ વર્ષે ત્રણ ફિલ્મોમાં નજરે પડનાર છે. આ વર્ષ તેના માટે યાદગાર રહેશે. તેની જે ફિલ્મો આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે તેમાં વીર ધી વિડિગ બીજી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કારવા પહેલી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે યમલા પગલા દિવાના ફિર સે ૩૦મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં તે બોબી દેઓલ અને સન્ની દેઓલની સાથે દેખાશે. તે આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી. પહેલા તેને લાગતુ હતુ કે પુજા ભટ્ટ સારી અભિનેત્રી છે. પરંતુ આલિયા સ્ટાર પણ છે અને અભિનેત્રી પણ છે. તે આલિયા ભટ્ટની કોઇ ફિલ્મ છોડતી નથી. કૃતિનુ કહેવુ છે કે તે આલિયાની ફિલ્મ પ્રથમ દિવસે પ્રથમ શોમાં જોઇ કાઢે છે. દીપિકા અંગે વાત કરતા તે કહે છે કે તે શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે ખુબ કુશળ પ્રોફેશનલ સ્ટાર છે. સ્ટાર અભિનેત્રી દીપિકાને પ્રથમ વખત કૃતિ એ વખતે મળી હતી જ્યારે તે ૧૨ વર્ષની હતી. દીપિકા એ વખતે ૧૬ વર્ષની આસપાસ હતી. એક જાહેરાત માટે બન્ને ઓડીશનના ભાગરૂપે પહોંચી હતી. જાહેરાતમાં તે તેની નાની બહેનના રોલમાં દેખાનાર હતી.

Related posts

‘અંગ્રેજી મીડિયમ ૨’માં કરીના ‘કૉપ’ની ભૂમિકા ભજવશે

aapnugujarat

Saif has the most amazing sense of humor : Tabu

aapnugujarat

સારા અલી સાથે કાર્તિકની મિત્રતાથી અનન્યા પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1