Aapnu Gujarat
મનોરંજન

‘અંગ્રેજી મીડિયમ ૨’માં કરીના ‘કૉપ’ની ભૂમિકા ભજવશે

ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ ૨’માં અભિનેત્રી કરીના કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે. કરીના આ ફિલ્મમાં એવું કામ કરશે જે તેમણે અત્યાર સુધી કોઇ ફિલ્મમાં કર્યુ નથી
તાજેતરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા ઇરફાન ખાન તેમની સારવાર બાદ મુંબઇથી પરત ફર્યા છે. તેણે તેની આગામી ફિલ્મ ’અંગ્રેજી મીડિયમ ૨’ શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મ માટે ઇરફાન ડે-નાઇટ શૂટિંગમાં વ્યસ્ત છે, ચાહકોને ફિલ્મ સેટમાંથી લીક થયેલી તસવીરોની ઝલક મળી જાય છે. હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ કરીના કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે અને આ ફિલ્મમાં પહેલી વખત એવું કામ કરશે જે તેમણે આ પહેલા કોઇ ફિલ્મમાં કર્યુ નથી.
હકીકતમાં ઇરફાન ખાનની ફિલ્મ ’અંગ્રેજી મીડિયમ ૨’ માં કરીના કપૂર પહેલી વખત ’પોલીસવાળા’ની ભૂમિકામાં ભજવશે. કરિના કપૂરની એન્ટ્રીને લઇને આ ખુલાસો આ ફિલ્મના પ્રોડ્યુસરે પોતે જ કર્યો છે. આ સાથે જ ફિલ્મમાં કરીનાનો રોલનો પણ ખુલાસો થયો છે. ચાહકો પહેલી વખત કરીનાને કૉપની ભૂમિકામાં જોવા માટે ઉત્સાહિત છે. કરીના આ ભૂમિકા કેવી રીતે ભજવશે તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે.

Related posts

માનુષી છિલ્લરને ફિલ્મોમાં લેવા માટે તૈયારી

aapnugujarat

मेरे जन्म के बाद चमका पापा का करियर : सोनम

aapnugujarat

निक के २६वें जन्मदिन पर शादी कर सकती हैं प्रियंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1