Aapnu Gujarat
મનોરંજન

ભાઈ સલમાનના કારણે મને કામ નથી મળતુ : અરબાઝ ખાન

એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બે દશકથી વધારાનો સમય થઈ ચુક્યો છે અને આજ પણ તે ફિલ્મો અને બીજા પ્રોજેક્ટમાં મશગુલ છે. અરબાઝ ખાનનું કહેવુ છે કે આજે ભલે તે સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ છે પણ તેને કામ તેના બલબુતા પર મળ્યુ છે. તેની પોતાની મહેનતથી અને યોગ્યતાથી કામ મળ્યુ છે.
અરબાઝે પોતાની વાત જણાવતા કહ્યુ હતુ કે, “મે અત્યાર સુધીમાં ૭૦થી વધારે ફિલ્મો કરી છે, એવા પણ લોકો છે જેમને બે ફિલ્મો પછી કામ કરવાનું મળતુ નથી. હું છેલ્લા બે દશકાથી પણ વધારે સમયથી આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છુ. હું સલમાનનો ભાઈ છુ આજ કારણથી આટલી ફિલ્મો ન મળે મને. સલમાનના કરાણે લોકો કદાચ મને એક કે બે ફિલ્મોમાં કામ આપી શકે પણ આટલા વર્ષો અને આટલુ કામ કરતા ટકી રહેવા માટે મારી મહેનત પણ હશે. મારામાં પણ થોડી પાત્રતા હશે જ ને તો આટલી ફિલ્મો મળી હશે ને. મે જે પણ કામ કર્યુ છે તે ભલે સારૂ હોય કે પછી ખરાબ હોય મારા બલબુતા પર કર્યુ છે. આજે જે પણ છું મારી મહેનતના કારણે છુ.”

Related posts

मेरे लिए मॉम मल्टीटास्किंग की मास्टर हैं : करिश्मा

aapnugujarat

હિન્દી મિડિયમ-૨ ફિલ્મનું શુટિંગ ટુંક સમયમાં શરૂ

aapnugujarat

બહેનોના લગ્ન પછી અભિનેતા અર્જુન લગ્ન કરશે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1