Aapnu Gujarat
Uncategorized

વહીવટીતંત્રની સુચારૂ કાર્યવાહીથી દબાણો દુર થતાં વેરાવળના રસ્તાઓ પહોળા થયા

વેરાવળમાં હવે અમે આરામથી રીક્ષા ચલાવી શકીયે છીએ. અમારી દુકાન પાસેનો રોડ હવે અમને પહોળો લાગે છે,રસ્તા પર દબાણો દુર થતાં હવે વેપાર કરવામાં વધુ સરળતા રહે છે. આ શબ્દો છે વેરાવળની આમ જનતાના. જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન તળે પ્રોબેશનલ આઈ.એ.એસ. ઓમપ્રકાશની વેરાવળને દબાણ મુક્ત કરવાની કાર્યવાહીને વેરાવળવાસીયોએ ખુબ વખાણી અને વધાવી છે. હા એમની ઈચ્છા એ પણ ખરી દબાણો ફરીથી ગોઠવાઈ ના જાય.
વેરાવળ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં આસપાસના તાલુક મથકો ઉપરાંત આશરે ૧૦૦ ઉપરાંત ગામડાનું હટાણું પણ છે. રોજ ૧૦ હજારથી વધુ લોકો વેરાવળમાં ધંધા-વેપાર અર્થે આવે છે પરંતુ વેરાવળની મેઈન બજારોમાં હાલવું દુષ્કર બને તેવા દબાણો હતા. આ દબાણો દુર કરવાનુ કોઈએ કષ્ટ લીધુ ન હતું. લોકોનું આ કષ્ટ વહિવટી તંત્રએ એક ઝાટકે દુર કર્યું છે. હા એ પણ ખુબ વ્યવહારૂ રીતે પ્રથમ વેપારીઓ દબાણકર્તાઓને જાણ કરી સ્વૈચ્છિક દબાણો દુર કરવા જણાવાયું.
સ્વૈચ્છિક દબાણો દુર કરે તેવી માનસિકતા ના હોવાથી જિલ્લા તંત્રએ દબાણો દુર કરવા આકરી કાર્યવાહી કરવી પડી. એક દિવસ જેસીબી મશીનની દબાણ દુર કરવાની કાર્યવાહી થતાં દબાણકર્તાઓ શાનમાં બધું સમજી ગયા કે હવે અમારી કોઇ કારીગીરી ચાલશે નહીં અને પછી તો સ્વૈચ્છિક દબાણો દુર થતા ગયા. આ કર્મનિષ્ઠ અધિકારીઓ અને કામની ઈચ્છા શક્તિનો વિજય છે પણ હવે દબાણો ન થાય તે માટે વહિવટી તંત્રને વેરાવળવાસીઓએ પણ સહયોગ આપવો પડશે. વેરાવળનાં મુખ્ય વિસ્તારો બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, ૨૪ કલાક વેપારથી ધમધમતા સુભાષ રોડ, પ્રકાશ કોમ્પલેક્ષ, ગાંધી ચોક હવે વેરાવળવાસીયોઓને ખુબ પહોળા લાગે છે તેનો વેરાવળના નગરજનોને આનંદ છે. છેલ્લાં ૨૦ વર્ષથી વેરાવળનાં રાજેન્દ્રભુવન રોડ પર રહેતા રસીકભાઈ વ્યાસ કહે છે, વેરાવળ હવે ગીચ લાગતુ નથી આંખને ઠારે તેવુ કામ થયુ છે.
સતત રીક્ષા ચલાવી પોતાના કુટુંબનો મુખ્ય આધાર ફીરોજભાઈ શામડા કહે છે, દબાણ દુર થતા રીક્ષાના પાર્કિંગમાં સરળતા રહે છે અને લોકોની અવર જવર પણ સરળ થઈ છે. જૈન હોસ્પિટલ રોડ પર ટાઈપ વાસણ ભંડારના સત્તારભાઈ વોરાએ કહ્યું કે, રસ્તા પરના દબાણો દુર થતા રોડ પહોળા દેખાઈ છે તેનાથી બીન જરૂરી ટ્રાફીક ન થતા વેપારમાં સરળતા રહે છે. વેરાવળના ખારવાવાડા વિસ્તારના રહીશ દામજીભાઈ ગોહેલે કહ્યું કે, હવે રસ્તાની સાઈડમાં ચાલવાની જગ્યા મળે છે જેનાથી અકસ્માતોથી બચી શકાશે. એસ.ટી.રોડ પર ફરસાણની દુકાનના કારીગર ગોવિંદભાઈ વાજાએ દબાણો દટતા લોકો સરળતાથી દુકાને આવે છે અને દબાણો દુર થયા તે અમને ખુબ ગમ્યું છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

રાજકોટમાં સગીરાને ગોંધી રાખી બે દિન સુધી ત્રણ યુવકો દ્વારા દુષ્કર્મ

aapnugujarat

મઢડા સોનલધામના પૂ.બનુ આઈને અપાઈ સમાધી,અંતિમ દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો અને સેવકો

editor

વેરાવળમાં મામાએ ભાણેજ પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1