Aapnu Gujarat
Uncategorized

મઢડા સોનલધામના પૂ.બનુ આઈને અપાઈ સમાધી,અંતિમ દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો અને સેવકો

જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના પૂ.બનુ માં ગઈકાલે 93 વર્ષની વયે દેવલોક પામતા સેવકોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. આજે સવારથી મઢડાના પૂ.બનું માં ના અંતિમ દર્શન કરવા સેવકો અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. આજે બપોરે પૂ. બનું માં ની બેન્ડ વાજા સાથે પાલખીયાત્રા નીકળી હતી. ઢળતી સાંજે સમાધિ આપવાની તૈયારીને સંતો સેવકોએ આખરી ઓપ આપી સમાધી આપવામાં આવી હતી.જૂનાગઢ મઢડા ગામે બિરાજમાન સોનલ ધામ મઢડા ના પૂ. બનુમાં નું 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે.

ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના પૂ. બનું માં માતાજીના અવસાનના દુઃખદ સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી પૂ.બનું આઈને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.પૂ.બનું માં ઘણા સમયથી બીમાર રહેતા હતા. પૂ.બનું માં નો પાર્થિવદેહના અંતિમ દર્શન કરવા માટે આજે વ્હેલી સવારથી દુર દુરથી ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.બપોરે પૂ.બનું માં ની બેન્ડ વાજા સાથે પાલખીયાત્રા નીકળી હતી. આ સાથે સેરનાથબાપુ, ઇન્દ્રભારતીબાપુ સહિતના સાધુ સંતો દ્વારા પૂ.બનું માં ને અંતિમ વિદાય અને સમાધિ આપવામાં આવી હતી પૂ.બનું માં ને તેમના પરીવારજનો, સાંસદ રમેશભાઈ ધડુક, આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, લોક સાહિત્ય કાર દેવાયત ખાવડ સહિતના અનેક અગ્રણીઓએ પણ મઢડા પહોચી પુષ્પાંજલિ આપી હતી. મઢડા ખાતે મોટી સંખ્યામાં સાધુ-સંતો સેવકો દ્વારા અંતિમ સમાધિ આપવામાં આવી હતી

Related posts

जामनगर में पुलिस कांस्टेबल ने पत्नी के साथ की आत्महत्या

editor

સૌરાષ્ટ્રના ખેડૂતોને લોન ભરપાઇની નોટિસ

aapnugujarat

અમરેલીમાં ગાબડુ : તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1