Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં મામાએ ભાણેજ પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ

દિવાનીયા સોસાયટીમાં રહેતા એક પરિવારનાં પતિ-પત્ની નિદ્રાધીન પુત્રોનું ધ્યાન રાખવાનું જેને કહીને ગયા એણેજ સગા ભાણેજ પાસે મુખ મૈથુન કરાવી બાદમાં તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની હેવાનિયતભરી ઘટના બહાર આવી છે. બનાવ અંગે ભોગ બનનારનાં પિતાએ પોતાના સસરાને વાત કરતાં તેણે પોતાનાં પુત્રનો પક્ષ લઇ ગાળો દઇ ધમકી આપી હતી. આથી તેણે પોતાનાં સાળા અને સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વેરાવળની દિવાનીયા સોસાયટીમાં રહેતા એક પરિવારનાં પતિ અને પત્ની સવારે કામ પર જવા નિકળ્યા હતા. એ વખતે તેમના પુત્રો સુતા હતા. દરમિયાન પોતાના ટીવી સ્ટેશન રોડ ક્વાર્ટર્સમાં રહેતો સાળો તેને ઘરે આવ્યો હતો. આથી બંનેએ તેને છોકરાઓનું ધ્યાન રાખવાનું કહી કામે જવા નિકળી ગયા હતા. બાદમાં એકલા પડેલા સાળાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. પોતાની સગી બહેનના પુત્રને ઉઠાડી તેનું પેન્ટ ઉતાર્યું હતું. ભાણેજે ઇન્કાર કર્યો હતો. આથી મામાએ તેને પટ્ટા વડે માર મારી તેની પાસે પહેલાં મુખ મૈથુન કરાવ્યું હતું. અને બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
ગભરાયેલા ભાણેજે સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરી હતી. જેથી પિતાએ પોતાના સાસરે જઇ સાળાનાં પરાક્રમ વિશે સસરાને ઠપકો આપ્યો હતો. પરંતુ તેનો સસરો ઉશ્કેરાયો હતો અને પુત્રને છાવરી જમાઇને ગાળો દઇ ધમકી આપી છરીથી મારવા દોડ્યો હતો. આથી ભોગ બનનાર બાળકનાં પિતાએ બનાવ અંગે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ બી. એન. મોઢવાડિયા ચલાવી રહ્યાં છે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ બોટાદ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું

aapnugujarat

રાજકોટમાં બે બોગસ ડોક્ટર ઝડપાયા

editor

सुरेन्द्रनगर में जहरीली शराब पीने से दो की मौत

editor

Leave a Comment

UA-96247877-1