Aapnu Gujarat
રમતગમત

યુવા ખેલાડીઓ માટે વૈકલ્પિક કારકિર્દીનો પ્લાન બનાવો : દ્રવિડ

નિષ્ફ્ળતાનો ડર હંમેશાં યુવાનોને સતાવતો હોય છે. તે ડરના લીધે ઘણા પ્રોમિસિંગ ખેલાડીઓ સાચી દિશામાં આગળ નથી વધતા. ભારતના પૂર્વ કેપ્ટ્‌ન અને અત્યારે અંડર-૧૯ના કોચ રાહુલ દ્રવિડને પણ આ વાત સતાવે છે. આ માટે દ્રવિડે બીસીસીઆઈ સાથે એક મિટિંગ ગોઠવી હતી જેમાં તેણે યુવાનોને રમત સિવાય બીજી રીતે પણ જીવન માટે તૈયાર કરવાની વાત કરી છે. તેના અનુસાર યુવાનોની રમત સિવાયની અન્ય આવડતો પર પણ કામ થવું જોઈએ જેથી તેઓ જીવનના ડગલે અને પગલે દરેક પ્રકારની અનિશ્ચિતતા માટે તૈયાર રહે. ક્રિકેટમાં સ્પર્ધા વઘી રહી છે તેવામાં યુવાનો એક વખત રમત પકડે પછી ભણવામાં જોઈએ એટલો ટાઈમ નથી આપી શકતા, તેથી દ્રવિડની આ રજૂઆત અલગ પ્રકારની સિક્યોરિટી લાવી શકે છે.
નેશનલ ક્રિકેટ એકેડમીના સીઓઓ તુફાન ઘોષ બીસીસીઆઈના બીજા ઓફિશિયલ સાથે દ્રવિડના આઈડિયાને અમલમાં મૂકવા પર કામ કરી રહ્યા છે. “દ્રવિડ સાથે બીજા કોચીસે પણ આ મુદ્દે એક પ્રોસેસ શરૂ કરવાની વાત કરી છે. અમે એક સ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ, જેના પછી અમે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને અમારો પ્લાન મોકલીશુ”, ઘોષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

Related posts

शमी ने शुरू की प्रैक्टिस

editor

કોહલી એકલો ચેમ્પિયન નહીં બનાવી શકે, અન્ય ખેલાડીઓ યોગદાન આપે તે જરૂરી : તેંડુલકર

aapnugujarat

भारतीय खेल समारोह 2019 में पत्नी के साथ पहुंचे विराट कोहली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1