Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જો આતંકીઓ આવી હાલત કરે છે તો પાક. આર્મી શું ન કરી શકે : સપા સાંસદ

એલઓસી પર પાકિસ્તાનના ફાયરિંગમાં એક કેપ્ટન સહિત ચાર લોકોની શહાદતથી દેશના લોકો ખૂબ રોષે ભરાયેલા છે. સરકાર પાસે પાકિસ્તાનને સબક શિખવવાની માગણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે એક આશ્ચર્યજનક નિવેદન આપી દીધું છે. અગ્રવાલે કહ્યું છે કે, જો આતંકીઓ ભારતની આવી હાલત કરી રહ્યા છે તો વિચારો પાકિસ્તાની ફોજ આવશે તો શું હાલત કરશે. બીજી બાજુ કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પણ સીઝફાયર મામલે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. થરુરે કહ્યું હતું કે- ભારતીયો મરી રહ્યા છે. આપણાં નાગરિકો જોખમમાં છે.નરેશ અગ્રવાલે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે, હોમ મિનિસ્ટર કહી રહ્યા છે કે, શહાદત નકામી નહીં જાય. કોઈ આપણી સામે આંખ ઉંચી કરીને નહીં જોઈ શકે. ડિફેન્સ મિનિસ્ટર પણ નિવેદન આપી રહ્યા છે. પરંતુ આંખ તો રોજ ઉંચી થઈ રહી છે. જો આતંકીઓ આ હાલત કરી રહ્યા છે તો વિચારો પાકિસ્તાની ફોજ આવશે તો શું હાલત થશે. સરકારે હવે કોઈ કડક નિર્ણય લેવા જોઈએ. આ મામલે કોંગ્રેસે પણ સરકારના વલણની ટીકા કરીને જવાબ માગ્યો છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું છે કે, ભારતીયોના જીવ જઈ રહ્યા છે. આપણાં નાગરિકો જોખમમાં છે. તેમને રોજ સીઝફાયર વાયોલન્સનો સામનો કરવો પડે છે. પરંતુ દુખ એ વાતનું છે કે, આપણી સરકાર વગર રજાએ પણ ગાયબ છે. ક્યાં છે તે લોકો?થરુરે આગળ એવું પણ કહ્યું છે કે, આ સરકાર તો સીમા પર લાલ આંખ બતાવવાની વાત કરતી હવી. તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની ક્રેડિટે લેતા હતા. જ્યારે કઈક સારુ થાય છે તો સરકાર ક્રેડિટ લે છે પરંતુ જ્યારે કઈ પણ ખરાબ થાય છે ત્યારે સરકાર ચૂપ રહે છે.

Related posts

ખાણ કૌભાંડ મામલે સ્થિતિનો સામનો કરવા અખિલેશને માયાવતીની સલાહ

aapnugujarat

મોટાભાગના પક્ષોએ ઇવીએમમાં ફરીથી શ્રદ્ધા દાખવી છે : મુખ્ય ચૂંટણી કમિશનર

aapnugujarat

कुंभ के बाद पर्यटन की दृष्टि से पहले स्थान पर होगा युपी : योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1