Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ૪૫ ઉમેદવારોનાં નામ કર્યાં જાહેર

આ વર્ષે દેશમાં આઠ રાજ્યોમાં ચૂંટણી યોજાશે ત્યારે મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ૪૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.મેઘાલયમાં વિધાનસભાની કુલ ૬૦ બેઠક છે. મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને ૩ માર્ચના રોજ પરીણામ જાહેર કરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસે પણ પોતાના ઉમેદવોરોની યાદી કરી છે. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.મેઘાલયમાં અત્યારે કોંગ્રેસ સત્તા પર છે. ગત ચૂંટણીમાં ભાજપ આ રાજ્યમાં ખાતુ પણ નહોતું ખોલી શક્યું.  ૨૦૧૩ની ચૂંટણીમાં ૧૩ અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. ત્યારે ભાજપ મેઘાલયમાં પોતાની સરકાર બનાવવા કમર કસી રહ્યું છે. કોંગ્રેસે મેઘાલયમાં પોતાના ૫૭ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે મુખ્યમંત્રી મુકુલ સંગમા બે સીટો પરથી ચૂંટણી લડશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પૂર્વીય રાજ્યોમાં પોતાની પાર્ટીની પકડ મજબૂત કરવાની ફિરાકમાં છે. તેથી શાહ પહેલા પણ મેઘાલયની મુલાકાત કરી ચૂક્યા છે. એક પછી ચૂંટણીમાં પોતાની રણનીતિથી જીત મેળવનાર અમિત શાહ આ વર્ષે યોજાનાર આઠ રાજ્યોમાં ’મેન ઓફ ધ મેચ’ સાબિત થાય છે કે નહી તે જોવું રહ્યું.

Related posts

બહેરા-મૂંગાના ધર્માંતરણના કાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

editor

ટૂંકમાં અટલજીની છબી સાથે રૂ.૧૦૦નો સિક્કો બહાર પાડશે સરકાર

aapnugujarat

ઓમપ્રકાશ ચૌટાલાનું વધુ એક જૂઠ્ઠાણું સામે આવ્યું, ૧૨મું ધોરણ પાસ કર્યાંની વાત ખોટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1