Aapnu Gujarat
રાષ્ટ્રીય

બહેરા-મૂંગાના ધર્માંતરણના કાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

યુપી એટીએસને બળજબરીથી ધર્માંતરણ કેસમાં મોટી સફળતા મળી છે. એટીએસએ બળજબરીથી ધર્માંતરણ કરતા એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. તેમના નામ ઉમર ગૌતમ અને જહાંગીર આલમ છે. એવો આરોપ છે કે આ લોકોએ અત્યાર સુધીમાં ૧૦૦૦ લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું છે. આ માટે તેમણે ખાસ કરીને બહેરા-મૂંગા મહિલાઓ અને બાળકોને લક્ષ્યમાં બનાવ્યા હતા અને તેમનું ધર્માંતરણ કર્યું હતું. આ મામલે એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
એડીજીએ જણાવ્યું કે અગાઉ વિપુલ વિજયવર્ગીય અને કાસિફની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પુછપરછ દરમિયાન માહિતી મળી હતી કે એક મોટી ગેંગ છે જે લોકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવે છે. પૂછપરછમાં ઉમર ગૌતમનું નામ આવ્યું હતું, જે બાટલા હાઉસ જામિયાનગરનો રહેવાસી છે. તેણે પણ પોતાનું ધર્મ પરિવર્તન કર્યું છે અને મુસ્લીમ બન્યો છે.
ત્રીજી વખત પૂછપરછ બાદ રવિવારે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના એક સાથી મુફ્તી કાઝી જહાંગીર આલમની પણ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં બહાર આવ્યું કે તેમની પાસે ૧૦૦૦ જેટલા લોકોની સૂચિ છે જેમને પ્રલોભન આપની કે પછી રુપિયા આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. એડીજીએ કહ્યું કે તેઓ વિદેશથી નાણાં મેળવતા હતા. આ લોકો દેશના સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે કામ કરી રહ્યા હતા.
એડીજીએ કહ્યું કે એટીએસએ લખનૌમાં કેસ નોંધ્યો છે. તે આધારે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય એક સંસ્થા અને અન્ય લોકોના નામ પણ કેસમાં ઉમેરવામાં આવ્યા છે. તેમના લક્ષ્ય પર બહેરા-મૂંગા બાળકો અને સ્ત્રીઓ હતા. તેમણે સ્ત્રીઓનું ધર્મ પરિવર્તન કરાવીને પોતાના ધર્મના અન્ય લોકો સાથે તેમના લગ્ન કરાવી દીધા છે. તેઓએ નોઈડા, કાનપુર, મથુરા, વારાણસી વગેરે જિલ્લાના લોકોને નિશાન બનાવ્યા છે.
એડીજી લો એન્ડ ઓર્ડર અનુસાર, ઉમર ગૌતમ પોતે હિંદુથી મુસ્લિમ ધર્મમાં આવ્યો હતો, જેણે યુપીના અન્ય જિલ્લાઓમાંથી બિન-મુસ્લિમ બહેરાઓ-મૂંગા બાળકો અને મહિલાઓનું સામૂહિક રૂપે ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ઉમર અને તેના સાથીઓ જામિયાનગરમાં એક સંસ્થા ચલાવે છે. જેનો મુખ્ય હેતુ બિન-મુસ્લિમોનું ધર્મ પરિવર્તન કરાવવાનો છે. આ કામ માટે બેંક ખાતાઓ અને અન્ય માધ્યમથી મોટી માત્રામાં રુપિયા તેમના સુધી પહોંચતા કરવામાં આવી રહ્યા હતા.
બહેરા-મૂંગા બાળકોને નિશાન બનાવવા અંગે એડીજીએ કહ્યું કે, ‘નોઈડા ડેફ સોસાયટી નોઈડા સેન્ટર ૧૧૭ જે બહેરા-મૂંગા બાળકો માટે રેસિડેન્શિયલ શાળા છે. અહીં વિદ્યાર્થીઓને નોકરી અને લગ્નની લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. વિદ્યાર્થીના પરિવારજનોને આ અંગે જાણકારી ન રહેતી. અમે આવા જ એક બાળક આદિત્ય ગુપ્તાના માતા-પિતાની પૂછપરછ કરી છે.
બાળકના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેમણે પોતાનો પુત્ર ગુમ થયા અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. જેને બાદમાં કિડનેપિંગ અંગે ફેરવી દેવામાં આવી હતી. એવું પણ કહ્યું કે તેમનો પુત્ર બહેરો અને મુંગો છે. ધર્માંતરણ કરીને તેને દક્ષિણના કોઈ રાજ્યમાં લઈ જવામાં આવ્યા છે. તેના પુત્રએ વીડિયો કોલ દ્વારા આ અંગે જણાવ્યું હતું.
આવી જ રીતે ગુડગાંવનો પણ એક કિસ્સો સામે આવ્યો છે. જે બાળકોએ ધર્મ પરિવર્તન કર્યું છે તેઓ એટલા ડરેલા છે કે તેઓ આગળ આવીને કંઈપણ કહેવા અસમર્થ છે.

Related posts

फडणवीस ही होंगे मुख्यमंत्री : गडकरी

aapnugujarat

मोदी सरकार के शासन का है सिद्धांत धोखा, डींग और धमकी : सोनिया गांधी

aapnugujarat

નાની વાતમાં વાંધો પડતા યુવતીઓ રેપનો આરોપ લગાવી દે છે : ખટ્ટર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1